ઈસ્લામિક રાષ્ટ્રનું સ્વપ્ન જોનાર જેહાદી સંગઠન હિજ્બ-ઉત-તહરીર પર NIAની મોટી કાર્યવાહી, 11 સ્થળો પર દરોડા
NIA Raid In Tamilnadu: ભારતમાં ઈસ્લામિક શાસનનું કાવતરું ઘડનાર કટ્ટરપંથી સંગઠન હિજ્બ-ઉત-તહરીર (HuT) વિરુદ્ધ NIAએ મોટું ઓપરેશન ચલાવ્યું છે. ઈસ્લામિક રાષ્ટ્રનું સપનું જોનાર જેહાદી સંગઠન HuT પર NIA મોટી કાર્યવાહી કરી છે. તમિલનાડુંમાં 11 ઠેકાણા પર NIAએ દરોડા પાડ્યા છે. આ સંગઠન વિશ્વભરના અનેક દેશોમાં પ્રતિબંધિત છે. યુવાઓનું બ્રેઈનવોશ કરીને દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ કરવાના આરોપમાં ચેન્નાઈ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે કેસ નોંધ્યો હતો. હવે આ કેસ NIAને સોંપી દેવામાં આવ્યો છે.
ચેન્નાઈ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, રોયાપેટ્ટાના રહેવાસી એક પિતા-પુત્ર અને તેમના સહયોગીઓએ લોકોને હિજ્બ-ઉત-તહરીરમાં સામેલ કરવા માટે તેમનું બ્રેઈનવોશ કર્યું હતું. આતંકવાદ સબંધિત કેસને ક્રાઈમ બ્રાન્ચે NIAને સોંપી દીધો છે. આ જ પ્રકારના મામલ સબંધિત પહેલા ધરપકડ કરાયેલ કેટલાક આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન કેટલીક માહિતી મળ્યા બાદ જ પુદુક્કોટ્ટઈ, કન્યાકુમારી અને તાંબરમ સહિત 11 સ્થળો પર NIAએ કાર્યવાહી શરૂ કરી છે.
શું છે હિજ્બ-ઉત-તહરીર
હિજ્બ-ઉત-તહરીર ભડકાઉ ભાષણો સંભળાવીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. તે યુવાઓને જેહાદ માટે તૈયાર કરવા ઉપરાંત તેમને હથિયારોની તાલીમ પણ આપે છે. અહીં સુધી કે કટ્ટરપંથી આતંકવાદી સંગઠન જૈવિક હથિયાર બનાવવાની ટ્રેનિંગ પણ આપે છે. તે ધર્મ પરિવર્તનમાં પણ સામેલ છે. આ ઉપરાંત લવ જેહાદની ઘટનાઓમાં પણ તેનો હાથ હોવાનું સામે આવ્યું છે.
મધ્યપ્રદેશમાં હિજ્બ-ઉત-તહરીર સાથે સંકળાયેલા 16 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી અડધા એવા હતા જેઓ ધર્મ પરિવર્તન બાદ મુસ્લિમ બન્યા હતા. આ કટ્ટરવાદી સંગઠનનો ઈરાદો ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનો છે. તેની એક વેબસાઈટ પણ છે જેમાં કહેવામાં આવ્યું છે કે અલ્લાહને ન માનનારી સિસ્ટમને ખતમ કરવાની છે. આ સંગઠનની રચના 1952માં યરુસલમમાં થઈ હતી. તેનું વર્તમાન મુખ્ય મથક લંડનમાં છે.