ISISના આતંકીઓની શોધમાં દિલ્હીમાં અનેક જગ્યાએ NIAના દરોડા, 3 લાખ રૂપિયાનું રાખ્યું ઈનામ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
ISISના આતંકીઓની શોધમાં દિલ્હીમાં અનેક જગ્યાએ NIAના દરોડા, 3 લાખ રૂપિયાનું રાખ્યું ઈનામ 1 - image


NIA Raids In Delhi Searching For ISIS terrorists : દિલ્હીમાં ISISના આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. NIA દ્વારા ફરાર આતંકવાદીઓની શોધમાં અનેક જગ્યાએ દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ વોન્ટેડ આતંકવાદીઓ પર NIAએ 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. જેમાં મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી ઉઝામા ઉર્ફે અબ્દુલ્લા, રિઝવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લા ફયાઝ શેખનો સમાવેશ થાય છે. પુણે પોલીસ અને NIAની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. NIAની આ કાર્યવાહી ખાલિસ્તાનીઓ વિરુદ્ધ એજન્સીની કાર્યવાહી વચ્ચે થઈ રહી છે.

અગાઉ NIA ખાલિસ્તાની આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી હતી 

થોડા દિવસ પહેલા જ NIAએ ગેંગસ્ટરો અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં  દેશના ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. ગેંગસ્ટર્સની શોધમાં NIAએ દિલ્હી NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને ઉત્તરાખંડના 50 થી વધુ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. NIAએ આ પગલું આતંકવાદીઓ અને ડ્રગ ડીલરો વચ્ચેની સાંઠગાંઠને ખતમ કરવાના ઉદ્દેશ્યથી ઉઠાવ્યું હતું. 

19 ભાગેડુ ખાલીસ્તાનીઓની યાદી જાહેર કરી હતી 

આ પહેલા NIAએ 19 ભાગેડુ ખાલીસ્તાનીઓની યાદી પણ જાહેર કરી છે તે બધા યુ.કે., યુ.એસ. કેનેડા, દુબઈ અને પાકિસ્તાનમાં આશ્રય લઈ રહ્યા છે તેમાં શિખ ફોર જસ્ટીસનો સ્થાપક (ખાલીસ્તાન તરફી જૂથ)નો વડો ગુરવતસિંઘ પન્નુ તથા હત્યા કરાયેલા હરીપસિંહ નિજ્જર પણ સામેલ છે. આ બધા ત્રાસવાદીઓ ઉપર 'અન લૉ-ફૂલ એક્ટિવિટીઝ (પ્રીવેન્શન) એક્ટ (યુપીએ) નીચે આરોપો મુકવામાં આવ્યા છે. આ પૂર્વે બબ્બર ખાલસા ઇન્ટરનશનલ (બી.કે.આઇ.) (દરેક માટે) માહિતી આપનારને રૂપિયા 5 લાખના ઇનામની જાહેરાત કરી હતી.'


Google NewsGoogle News