માનવ તસ્કરી, પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘન મામલે NIAના 10 રાજ્યોમાં દરોડા

NIAના ત્રિપુરા, આસામ, પ.બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, હરિયાણા, પુડુચેરી, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીરમાં દરોડા

અન્ય દેશોની સરહદ પાસે આવેલા રાજ્યોમાં NIAની કાર્યવાહી, એક રોહિંગ્યા મુસ્લિમની ધરપકડ

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
માનવ તસ્કરી, પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘન મામલે NIAના 10 રાજ્યોમાં દરોડા 1 - image

નવી દિલ્હી, તા.08 નવેમ્બર-2023, બુધવાર

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ આજે જમ્મુ-કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમ જમ્મુ અને સાંબા શહેરમાં ઘણા સ્થળોએ દરોડા પાડી રહી છે. ઉપરાંત આસામના ગુવાહાટીમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગુવાહાટીમાં નકલી ડોક્યુમેન્ટ બનાવવા મામલે એનઆઈએના અધિકારીઓ દરોડા પાડી રહ્યા છે. એનઆઈએ કુલ 10 રાજ્યોમાં દરોડા પાડ્યા હોવાના અહેવાલો મળ્યા છે. એજન્સીએ માનવ તસ્કરી મામલે દરોડા પાડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.

NIAના આ રાજ્યોમાં દરોડા

મીડિયા અહેવાલો મુજબ માનવ તસ્કરી મામલે NIAએ જે રાજ્યોમાં દરોડા પાડ્યા છે, જેમાં ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, હરિયાણા, પુડુચેરી, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરનો સમાવેસ થાય છે. આમાંથી મોટાભાગના રાજ્યો એવા છે, જેની સરહદ પડોશી દેશને અડીને આવેલી છે. ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આસામની સરહદો બાંગ્લાદેશને અડીને આવેલી છે, જ્યારે જમ્મુ-કાશ્મીરની સરહદો પડોશી દેશ પાકિસ્તાનને અડીને આવેલી છે.

જમ્મુમાં રોહિંગ્યા મુસ્લિમની ધરપકડ

અહેવાલો મુજબ એનઆઈએની ટીમે જમ્મુ અને સાંબામાં ઘણા દરોડા પાડ્યા બાદ મ્યાનમારના એક રોહિંગ્યા મુસ્લિમની ધરપકડ કરી છે. આ બંને શહેરોના ઘણા વિસ્તારોમાં દરોડા પડાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, મ્યાનમારના લોકો જે શહેરોમાં રહે છે, ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. એનઆઈએની ટીમ પાસપોર્ટ એક્ટનું ઉલ્લંઘન અને માનવ તસ્કરી સંબંધિત મામલે દરોડાની કાર્યવાહી કરી રહી છે. ટીમે જમ્મુના ભઢિંડી વિસ્તારમાં જફર આલમ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે.

  માનવ તસ્કરી, પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘન મામલે NIAના 10 રાજ્યોમાં દરોડા 2 - image

.

.

.

.

.

.

.

.

.

.

.

NIA Raid, Tripura, Assam, West Bengal, Karnataka, Tamil Nadu, Telangana, Haryana, Puducherry, Rajasthan, Jammu and Kashmir

NIA-Raid

Google NewsGoogle News