Get The App

બેંગલુરુમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, સાત રાજ્યોમાં પડ્યા દરોડા

ડિસેમ્બરમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી 15 આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
બેંગલુરુમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, સાત રાજ્યોમાં પડ્યા દરોડા 1 - image


NIA Raid Karnataka : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી ષડયંત્રના મામલામાં બેંગલુરુ સહિત 7 રાજ્યોમાં દરોડા પડ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલાક અજાણ્યા બદમાશોએ બેંગલુરુમાં રાજભવનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જો કે પોલીસે તપાસ બાદ તેને અફવા ગણાવી હતી. આ પછી NIAએ બેંગલુરુના અડધા ડઝનથી વધુ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.

બેંગલુરુ સહિત 44 અન્ય સ્થળોએ દરોડા

NIA દ્વારા આતંકવાદીઓ સાથે સંકળાયેલા હોવાની આશંકા ધરાવતા સ્થળોની તપાસ કરવામાં આવી હતી. ગયા વર્ષે 9 ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને કર્ણાટકના અલગ-અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના 15 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ NIAની ટીમે મહારાષ્ટ્રના પુણે, મીરા રોડ, થાણે અને કર્ણાટકના બેંગલુરુ સહિત 44 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન NIAની ટીમે મોટા પ્રમાણમાં રોકડ, ધારદાર હથિયાર, ઘણા દસ્તાવેજો, સ્માર્ટફોન અને બીજી ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી.

બેંગલુરુમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, સાત રાજ્યોમાં પડ્યા દરોડા 2 - image


Google NewsGoogle News