Get The App

નવો દાઉદ બનવાના માર્ગે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, 700થી વધુ શૂટર્સની ગેંગ, NIAનો ધડાકો

Updated: Oct 13th, 2024


Google News
Google News
નવો દાઉદ બનવાના માર્ગે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, 700થી વધુ શૂટર્સની ગેંગ, NIAનો ધડાકો 1 - image

 

Lawrence Bishnoi and Goldie Brar: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડની ગેંગ સામે સતત કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન NIAએ ગેંગસ્ટર ટેરર​કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ સહિત અનેક નામચીન ગેંગસ્ટરો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. NIAએ તેમાં ઘણા ખુલાસા કર્યા હતા.

લોરેન્સ બિશ્નોઈ દાઉદ ઈબ્રાહિમના રસ્તે

NIAએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ અને તેની આતંકી સિન્ડિકેટ અભૂતપૂર્વ રીતે ફેલાઈ ગઈ છે. દાઉદ ઈબ્રાહિમે જે રીતે 90ના દાયકામાં નાના-નાના ગુના કરીને પોતાનું નેટવર્ક સ્થાપ્યું હતું તે રીતે લોરેન્સે પણ પોતાનું નેટવર્ક સ્થાપ્યું છે. દાઉદ ઈબ્રાહિમે ડ્રગ્સ સ્મગલિંગ, ટાર્ગેટ કિલિંગ, ખંડણી રેકેટ દ્વારા પોતાનું સામ્રાજ્ય બનાવ્યું અને પછી તેણે ડી કંપની બનાવી. પછી તેણે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે ગઠબંધન કર્યું અને પોતાનું નેટવર્ક વિસ્તાર્યું. જ્યારે દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપનીની જેમ બિશ્નોઈ ગેંગે પણ નાના ગુનાઓથી શરૂઆત કરી હતી. પછી તેણે પોતાની ગેંગ બનાવી. હવે બિશ્નોઈ ગેંગે ઉત્તર ભારત પર કબજો જમાવી લીધો છે.

આ પણ વાંચો : બાબા સિદ્દિકીની ફુલપ્રૂફ પ્લાનિંગ સાથે હત્યા... 25 દિવસ કરી હતી રેકી, આરોપીઓનો ઘટસ્ફોટ

લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં 700થી વધુ શૂટર્સ

કેનેડિયન પોલીસ અને ભારતીય એજન્સી દ્વારા વોન્ટેડ સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ બિશ્નોઈ ગેંગને ઓપરેટ કરી રહ્યો છે. NIAએ જણાવ્યું છે કે બિશ્નોઈ ગેંગમાં 700 થી વધુ શૂટર્સ છે, જેમાંથી 300 પંજાબ સાથે સંકળાયેલા છે. બિશ્નોઈ અને ગોલ્ડી બરાડને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ દ્વારા પ્રમોટ કરવામાં આવ્યો હતો. બિશ્નોઈ ગેંગે વર્ષ 2020-21 સુધી ખંડણીમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી અને તે પૈસા હવાલા દ્વારા વિદેશ મોકલવામાં આવ્યા હતા.

અપરાધનું સામ્રાજ્ય ભારતના 11 રાજ્યો અને 6 દેશોમાં ફેલાયેલું છે

NIA અનુસાર, બિશ્નોઈની ગેંગ એક સમયે માત્ર પંજાબ સુધી જ સીમિત હતી. પરંતુ તેણે અને તેના નજીકના સહયોગી ગોલ્ડી બરાડે હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની ગેંગ સાથે ગઠબંધન કરી એક મોટી ગેંગ બનાવી. બિશ્નોઈ ગેંગ હવે ઉત્તર ભારતમાં, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડમાં પણ ફેલાયેલી છે. સોશિયલ મીડિયા અને અન્ય વિવિધ પદ્ધતિઓ દ્વારા યુવાનોને ગેંગમાં ભરતી કરવામાં આવે છે. આ ગેંગ અમેરિકા, અઝરબૈઝાન, પોર્ટુગલ, યુએઈ અને રશિયામાં ફેલાઈ ગઈ છે.

યુવાનોને વિદેશ મોકલવાની લાલચ આપે છે

યુવાનોને કેનેડા અથવા તેમની પસંદગીના દેશમાં શિફ્ટ કરાવવાની લાલચ આપીને ગેંગમાં ભરતી કરવામાં આવે છે. NIA અનુસાર, પાકિસ્તાનમાં રહેતો ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંડા પંજાબમાં ટાર્ગેટ કિલિંગ અને ગુનાહિત ગતિવિધિઓ કરવા માટે બિશ્નોઈ ગેંગના શૂટર્સનો ઉપયોગ કરે છે. થોડા દિવસો પહેલા NIAએ લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ  સહિત કુલ 16 ગેંગસ્ટરો વિરુદ્ધ UAPA હેઠળ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

નવો દાઉદ બનવાના માર્ગે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, 700થી વધુ શૂટર્સની ગેંગ, NIAનો ધડાકો 2 - image

Tags :
notorious-gangsterlawrence-bishnoigoldie-brar-NIANIA-Chargsheet

Google News
Google News