કાસગંજના ચર્ચિત ચંદન ગુપ્તા હત્યાકાંડમાં NIA કોર્ટનો નિર્ણય આવ્યો, 28 આરોપી દોષી, 2 મુક્ત
Image: Facebook
Chandan Gupta Murder Case: લખનૌ એનઆઈએ કોર્ટે કાસગંજના ચર્ચિત ચંદન ગુપ્તા હત્યાકાંડમાં નિર્ણય સંભળાવી દીધો છે. ચંદન હત્યાકાંડમાં 28 આરોપી દોષી ઠેરવવામાં આવ્યા. બે આરોપીને મુક્ત કરવામાં આવ્યા. સજાના પ્રશ્ન પર સુનાવણી થવાની છે. શક્ય છે કે કોર્ટ સજા માટે કોઈ તારીખ આપી દે. ફરિયાદી પક્ષના વિશેષ વકીલના જણાવ્યા અનુસાર 26 જાન્યુઆરી 2018એ કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન થયેલા વિવાદમાં ચંદન ગુપ્તા ઉર્ફે અભિષેક ગુપ્તાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ઘટનાનો રિપોર્ટ પિતા સુશીલ ગુપ્તાએ 26/27 જાન્યુઆરીની રાત્રે 12:17 વાગે કાસગંજ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર પ્રજાસત્તાક દિવસની તિરંગા યાત્રામાં ચંદન ઉર્ફે અભિષેક ગુપ્તા પોતાના ભાઈ વિવેક ગુપ્તા તથા અન્ય સાથીઓની સાથે સામેલ હતો. જુલૂસ જ્યારે ગર્લ્સ ઈન્ટર કોલેજના ગેટની સામે પહોંચ્યું ત્યારે હથિયારોથી સજ્જ આયોજનબદ્ધ રીતે પહેલેથી રાહ જોઈને બેસેલા સલીમ, વસીમ અને નસીમ તથા જાહિદ ઉર્ફે જગ્ગા, આસિફ કુરૈશી ઉર્ફે હિટલર, અસલમ કુરૈશી, અસીમ કુરૈશી, નસીરુદ્દીન, અકરમ, તૌફીક, ખિલ્લન, શબાબ રાહત, મો. નવાબ મોહસિન, આસિફ જિમ વાલા, સાકિબ, બબલૂ, નીશૂ અને વાસિફ તથા અન્ય લોકોએ રસ્તો ઘેરીને રોકી લીધા તથા હાથથી તિરંગો છીનવીને જમીન પર ફેંકીને પાકિસ્તાન જિંદાબાદ અને હિન્દુસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કરતાં હથિયાર બતાવીને ધમકી આપી કે જો આ રોડથી નીકળવું છે તો પાકિસ્તાન જિંદાબાદ કહેવું પડશે.
કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું કે જ્યારે ચંદન અને અન્ય લોકોએ આનો વિરોધ કર્યો તો તમામ લોકોએ હત્યાના ઈરાદે પથ્થરમારો અને ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. આરોપી સલીમે ચંદનને નિશાન બનાવીને ગોળી મારી દીધી. જેનાથી તે ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયો તથા આરોપીઓની ફાયરિંગથી અન્ય ઘણા લોકો પણ ઈજાગ્રસ્ત થયા. ચંદનને તેનો ભાઈ વિવેક પહેલા કાસગંજ પોલીસ સ્ટેશન લઈ ગયો પછી ત્યાંથી સારવાર માટે તેને જિલ્લા હોસ્પિટલ લઈ ગયો જ્યાં ડોક્ટરોએ ચંદનને મૃત જાહેર કરી દીધો. આ મામલાની સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ ઘટનાની ગંભીરતા અને રાષ્ટ્ર વિરોધી કૃત્યોને જોતાં આગળની તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો: VIDEO: કેરળમાં સ્કૂલ બસે ગુલાટ ખાઈ ગઈ, એક બાળકીનું મોત અને 15 વિદ્યાર્થીને ઇજા
બે ચાર્જશીટમાં 30 આરોપીઓ પર ચાલ્યો કેસ
એનઆઈએએ પહેલી ચાર્જશીટ 26 એપ્રિલ 2018એ દાખલ કરી. જેમાં સલીમ, વસીમ, નસીમ, બબલૂ, નસરુદ્દીન, અકરમ, તૌફીક, મોહસિન, રાહત, સલમાન, આસિફ, નીશૂ, ખિલ્લન, વાસિફ, ઈમરાન, શમશાદ, જફર, શાકિવ ખાલિદ, ફૈજાન, ઈમરાન, સાકિર, અજીજુદ્દીન અને જાહિદ ઉર્ફે જગ્ગાને આરોપી બનાવવામાં આવ્યા. બીજી પૂરક ચાર્જ શીટમાં આસિફ કુરેશી ઉર્ફે હિટલર, અસીમ કુરૈશી, શવાવ, સાકિબ, અસલમ કુરૈશી, મુનાજિર અને આમિર રફીને આરોપી બનાવવામાં આવ્યા છે. કેસની વિચારણા દરમિયાન અજીજુદ્દીનનું મૃત્યુ થઈ ગયું. જેના કારણે 30 આરોપીઓ વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યો.
આ આરોપોમાં ચાલ્યો કેસ
વિશેષ કોર્ટમાં તમામ આરોપીઓ વિરુદ્ધ બળવો, ગેરકાયદેસર મેળાવડો, ઈંટ-પથ્થર ફેંકીને ઈજા પહોંચાડવી, જીવલેણ હુમલાનો પ્રયત્ન કરવો, હત્યા, ગાળો, જાનહાનિની ધમકી તથા રાજદ્રોહ અને રાષ્ટ્રીય ધ્વજ અપમાન નિવારણ અધિનિયમનો આરોપ નક્કી કરતાં ટ્રાયલ કરવામાં આવી છે. કુલ 12 સાક્ષી રજૂ કરવામાં આવ્યા. જેમાં મૃતકના પિતા સુશીલ કુમાર ગુપ્તા સિવાય પ્રત્યક્ષદર્શી ભાઈ વિવેક ગુપ્તા અને સૌરભ પાલ ખાસ રીતે રજૂ કરવામાં આવ્યા. જેમણે આરોપીઓ વિરુદ્ધ પ્રત્યક્ષદર્શીની જુબાની આપી છે.