Get The App

કાસગંજ ચંદન ગુપ્તા હત્યાકાંડમાં NIA કોર્ટનો ચુકાદો, 28 દોષિતોને જન્મટીપની સજા ફટકારી

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
કાસગંજ ચંદન ગુપ્તા હત્યાકાંડમાં NIA કોર્ટનો ચુકાદો, 28 દોષિતોને જન્મટીપની સજા ફટકારી 1 - image


Chandan Gupta Murder Case: ઉત્તર પ્રદેશના કાસગંજમાં 26 જાન્યુઆરી 2018ના રોજ નીકાળવામાં આવેલી તિરંગા યાત્રા દરમિયાન માર્યા ગયેલા ચંદન ગુપ્તાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીની વિશેષ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે. ચંદન ગુપ્તાની હત્યાના કેસમાં લખનૌની NIA કોર્ટે તમામ 28 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે, અને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે 2 જાન્યુઆરી, ગુરુવારે 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જ્યારે પુરાવાના અભાવે કોર્ટે બે આરોપી નસીરુદ્દીન અને અસીમ કુરેશીને નિર્દોષ છોડી મુક્યા હતા. ચંદન ગુપ્તાના પિતાએ લાંબી કાનૂની લડાઈ લડી છે.

આ પણ વાંચો : દેશમાં ગરીબી ઘટી, શહેરોની તુલનાએ ગામડાંઓમાં સૌથી મોટો ઘટાડો, રિપોર્ટમાં કરાયો દાવો

ગુરુવારે વિશેષ ન્યાયાધીશ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ કહ્યું હતું કે, 3 જાન્યુઆરીએ સજાનું એલાન કરવામાં આવશે. આરોપીઓને હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો અને ત્રિરંગાનું અપમાન કરવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ચંદન ગુપ્તાના મોત બાદ વિસ્તારમાં ફાટી નીકળેલા રમખાણો બાદ આ મામલો ચર્ચામાં હતો.

શું હતો ચંદન ગુપ્તા હત્યા સમગ્ર કેસ?

26 જાન્યુઆરી 2018ની સવારે ચંદન ગુપ્તા અને તેમના ભાઈ વિવેક ગુપ્તાએ તિરંગા યાત્રામાં જોડાયા હતા. સરકારી વકીલે કહ્યું કે, જ્યારે આ તિરંગા યાત્રા તહેસીલ રોડ પર ગવર્નમેન્ટ ગર્લ્સ ઈન્ટર કોલેજના ગેટ પાસે પહોંચ્યું ત્યારે સલીમ, વસીમ અને નસીમ સહિતના એક જૂથે કથિત રીતે તેમનો રસ્તો રોકી દીધો અને તિરંગા યાત્રાને આગળ વધવા ન દીધી. વકીલે કહ્યું કે, જ્યારે ચંદને વાંધો ઉઠાવ્યો તો સ્થિતિ વણસી ગઈ હતી. અને થોડી જ વારમાં આરોપી દ્વારા પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. 

સલીમે ચંદનને ગોળી મારી હતી

સરકારી વકીલે કહ્યું કે, મુખ્ય આરોપીઓમાંના એક સલીમે ચંદનને ગોળી મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેથી વિવેક અને તેના સાથીદારો ચંદનને તાત્કાલિક કાસગંજ પોલીસ સ્ટેશન લઈ જવામાં સફળ થયા. જ્યાંથી તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ચંદનની હત્યાના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને ત્રણ દિવસ સુધી વિસ્તારમાં તોફાનો થયા હતા. સમગ્ર પ્રદેશમાં સાંપ્રદાયિક તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. મોટી માત્રામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી હતી.

28 દોષિતોને જન્મટીપની સજા ફટકારી

ચંદન ગુપ્તા કેસમાં દોષિત ઠરેલાઓમાં વસીમ, નસીમ, ઝાહિદ ઉર્ફે જગ્ગા, બબલુ, અકરમ, તૌફિક, મોહસીન, રાહત, સલમાન, આસિફ, નિશુ ઉર્ફે જીશાન, ખિલ્લન, વસીફ, ઈમરાન, શમશાદ, ઝફર, શાકીર, ખાલિદ, ફૈઝાન, ઈમરાન, શાકિર, આસિફ કુરેશી ઉર્ફે હિટલર, અસલમ કુરેશી, શવાબ, સાકિબ અને આમિર રફીનો સમાવેશ થાય છે. તેઓને ન્યાયિક કસ્ટડીમાં લઈ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો : કેરળના મંદિરોમાં શર્ટ ઉતાર્યા પછી જ પુરુષોને પ્રવેશની પ્રથા બંધ કરવાની માંગ, જાણો કેમ શરુ થઈ હતી આ પરંપરા

અમને કોર્ટમાં પૂરો વિશ્વાસ છે - ચંદન ગુપ્તાના પિતા સુશીલ

ગુરૂવારે સજા સંભળાવ્યા બાદ ચંદનના માતા-પિતાએ કહ્યું કે તેમને ન્યાયિક પ્રક્રિયામાં પૂરો વિશ્વાસ છે. ચંદનના પિતા સુશીલ ગુપ્તાએ કહ્યું કે અમને કોર્ટમાં પૂરો વિશ્વાસ છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓએ તેમના વચનો પૂરા કર્યા નથી. પાર્ટીના નેતાઓએ પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. 28 દોષિતોમાંથી 26 કોર્ટમાં હાજર હતા, જ્યારે મુનાજીર રફી નામનો એક વ્યક્તિ જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયો હતો. કોર્ટે અન્ય આરોપી સલીમ સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. કાર્યવાહી સમયે તેઓ હાજર ન હતા.



Google NewsGoogle News