NHAIએ અપડેટ કરી FASTag પ્રોવાઈડરની યાદી, Paytm પેમેન્ટ્સ બેંક લિસ્ટમાંથી બહાર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની કાર્યવાહી બાદ Paytm પેમેન્ટ બેંક પર આખરે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
NHAIએ અપડેટ કરી  FASTag પ્રોવાઈડરની યાદી, Paytm પેમેન્ટ્સ બેંક લિસ્ટમાંથી બહાર 1 - image
Image Twitter 

NHAI Updates FASTag Provider List : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની કાર્યવાહી બાદ Paytm પેમેન્ટ બેંક પર આખરે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. Paytm પેમેન્ટ્સ બેંક (PPBL)પર પ્રતિબંધ લગાવ્યા પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ PPBLને ફાસ્ટેગની સેવા આપતી બેંકોની યાદીમાંથી હટાવી દીધી છે.

એ પછી NHAIએ ફાસ્ટટેગ સર્વિસ આપતી બેંક અને નોન- બેંકિંગ નાણાકીય કંપનીઓની યાદી અપડેટ કરી છે. જો તમે પણ પેટીએમ ફાસ્ટ ટેગનો ઉપયોગ કરો છો તો તમારી પાસે તક છે. તમે ફાસ્ટ ટેગને પોર્ટ અથવા ડિએક્ટિવેટ કરી શકો છો.

NHAIની સુધારેલી યાદી મુજબ હવે આ બેંકો અથવા NBFCs ફાસ્ટેગ સેવા ઉપલબ્ધ રહેશે

  1. એરટેલ પેમેન્ટ્સ બેંક  (Airtel Payment Bank)
  2. એક્સિસ બેંક લિમિટેડ (Axis Bank)
  3. બંધન બેંક (Bandhan Bank)
  4. બેંક ઓફ બરોડા (Bank Of Baroda)
  5. કેનેરા બેંક  (Canara Bank)
  6. એચડીએફસી બેંક (HDFC Bank)
  7. આઈસીઆઈસીઆઈ બેંક  (ICICI Bank)
  8. આઈડીએફસી ફર્સ્ટ બેંક  (IDFC First Bank)
  9. ઇન્ડસઇન્ડ બેંક
  10. કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank)
  11. પંજાબ નેશનલ બેંક (Punjab National Bank)
  12. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
  13. યસ બેંક 
  14. અલ્હાબાદ બેંક
  15. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક
  16. બેંક ઓફ મહારાષ્ટ્ર
  17. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક
  18. બેંક ઓફ મહારાષ્ટ્ર
  19. સિટી યુનિયન બેંક લિમિટેડ
  20. ફેડરલ બેંક
  21. ફિનો પેમેન્ટ બેંક
  22. ઈન્ડિયન બેંક
  23. ઈન્ડિયન ઓવરસીઝ બેંક
  24. કર્ણાટક બેંક
  25. દક્ષિણ ભારતીય બેંક
  26. સિન્ડિકેટ બેંક
  27. યુકો બેંક

આ બેંકો અને NBFC સંસ્થાઓ સિવાય ફાસ્ટેગ સેવા અન્ય કેટલીક બેંકોમાં પણ ઉપલબ્ધ છે.

Paytm Fastag યુઝરે શું કરવું જોઈએ?

હજુ પણ કેટલાક યુઝર્સ Paytm ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી આ સ્થિતિમાં યુઝર્સ 15 માર્ચ પહેલા કંપનીમાંથી સિક્યોરિટી મનીનું રિફંડ લઈ શકે છે. રિફંડ માટે યુઝરે  Paytm Fastagના કસ્ટમર કેર નંબરનો સંપર્ક કરી તેના માટેની પ્રક્રિયા કરવી જોઈએ.


Google NewsGoogle News