દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેમાં જ ખામીઓ, ગાડીઓ હવામાં ઉછળી, NHAIએ કરી કડક કાર્યવાહી
NHAI In Action After Viral Video Of Defects In Delhi-Vadodara Expressway: દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કરોડો-અબજો રૂપિયાનુ બજેટ ફાળવાય છે અને મસમોટા ખર્ચાઓ પણ થાય છે. પરંતુ માર્ગ-પરિવહન, બિસ્માર બ્રિજની હાલત જેસે થૈ જ છે. હાલમાં જ અલવરનો દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક્સપ્રેસ વે પર ચાલતી કાર ઉબડ-ખાબડ રસ્તાના લીધે હવામાં ઉછળતી જોવા મળી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ કેન્દ્ર સરકારની આંખો ખુલી છે.
સુપર એક્સપ્રેસ વે તરીકે ઓળખાતા હાઈવેમાં જ ખામી
સુપર એક્સપ્રેસ વે તરીકે ઓળખાતા દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે પર ગાડીઓ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. જ્યાં રાજસ્થાનના અલવર તથા દોસા ક્ષેત્રમાં સૌથી વધુ અકસ્માત થતાં હોય છે. જેનું મુખ્ય કારણ એક્સપ્રેસ વે પર રસ્તો ઉબડ-ખાબડ હોવાનું છે, જ્યાં એમ કહી શકાય કે, રસ્તા પર ખાડા નહીં પણ ખાડામાં રસ્તો છે. તેમાંય વરસાદના કારણે રસ્તો વધુ ખરાબ થઈ જાય છે. વીડિયોમાં પુરઝડપે આવતી ગાડી અચનાક ઉબડખાબડ રસ્તાના લીધે હવામાં ઉછળે છે અને થોડો સમય સુધી હવામાં જ રહે છે.
આ પણ વાંચોઃ 4 બ્રિજનું કામ 172 કરોડનું અને કોન્ટ્રાક્ટ આપ્યો 251 કરોડમાં, જૂની રૂપાણી સરકારનું કૌભાંડ બહાર આવ્યું
કેન્દ્ર સરકારે લીધા પગલાં
વીડિયો વાયરલ થતાં જ કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે કાર્યવાહી લેતાં એન્જિનિયરને બરતરફ કર્યો છે. તેમજ કોન્ટ્રાક્ટરને રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો છે. આ મામલે NHAIએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીના નિર્દેશાનુસાર આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર અધિકારીઓ અને એન્જન્સીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમયસર ખામીઓ દૂર કરવામાં ન આવતાં કોન્ટ્રાક્ટરને રૂ. 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ સમારકામમાં યોગ્ય દેખરેખ ન રાખવા બદલ ઓથોરિટી એન્જિનિયરના ટીમ લીડર-કમ- રેજિડન્ટ એન્જિનિયરને બરતરફ કરવામાં આવ્યો છે. તદુપરાંત સાઈટ એન્જિનિયરને પણ હાંકી કાઢવામાં આવ્યો છે. સંબંધિત પીડી અને મેનેજરને પણ ખામીઓ બદલ શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
આઈઆઈટીએ તપાસ કરી હતી
થોડા સમય પહેલાં એક્સપ્રેસ વે પર થતી દુર્ઘટનાઓની વધતી સંખ્યાને પગલે આઈઆઈટી દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરી હતી. એનએચએઆઈએ પણ વાહનોની સ્પીડને અટકાવવા ઓનલાઈન ચલણ પ્રક્રિયા શરૂ કરી હતી. એક્સપ્રેસ વે પર લોકો 280 કિમી પ્રતિ કલાકની સ્પીડે વાહન દોડી રહ્યા છે. જ્યારે એક્સપ્રેસ વે પર મહત્તમ લિમિટ 120 પ્રતિ કલાક છે.
NHAIના અધિકારીઓએ શું કહ્યું?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના સોહના ક્ષેત્રના પીડી પીકે કૌશિકે જણાવ્યું હતું કે, વરસાદના કારણે ખાડાઓ પડી જાય છે. જેવી જ ખાડાની માહિતી મળે છે, તેવુ જ તેને રિપેર કરવામાં આવે છે. અલવર ક્ષેત્રમાં સતત વરસાદના કારણે ખાડાઓના સમારકામમાં વિલંબ આવી રહ્યો છે.