Paytmના Fastag નહીં ચાલે, NHAIનો મોટો નિર્ણય, 2 કરોડ યુઝર્સને અસર, બેંકોની યાદીથી બહાર
NHAIએ 32 બેંક પાસેથી જ હવે FASTag ખરીદવાની અપીલ કરી
પેટીએમ ફાસ્ટેગ યૂઝર્સે હવે નવા ફાસ્ટેગ ખરીદવા પડશે
Paytm Fastag : Paytm ફાસ્ટેગ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેની અસર આશરે 2 કરોડ યૂઝર્સને થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તરફથી ફાસ્ટેગ યૂઝર્સ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. NHAIએ 32 બેંક પાસેથી જ હવે FASTag ખરીદવાની અપીલ કરી છે. જેમાં પેટીએમ પેમેન્ટ્સ બેન્કનું નામ સામેલ નથી. પેટીએમ ફાસ્ટેગ યૂઝર્સે હવે નવા ફાસ્ટેગ ખરીદવા પડશે કેમ કે ફાસ્ટેગની સુવિધા આપવા માટે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક હવે રજિસ્ટર્ડ નથી.
ફાસ્ટેગ ખરીદવાની લિસ્ટમાં Paytmનું નામ નથી
આઈએચએમસીએલે જણાવ્યું કે, ફાસ્ટેગને 32 બેંક પાસેથી ખરીદવાનું રહેશે, જેમાં Paytm પેમેન્ટ બેંકનું નામ નથી. ફાસ્ટેગ ખરીદવા માટે Paytm પેમેન્ટ બેંકને લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, જે લોકોએ Paytm ટેગ મેળવ્યા છે, તેમણે સરેન્ડર કરવું પડશે અને રજિસ્ટર્ડ બેંકમાંથી નવા ટેગ ખરીદવા પડશે. Paytm ફાસ્ટેગને લઈને આરબીઆઈએ જણાવ્યું કે, '29 ફેબ્રુઆરી બાદ Paytm ફાસ્ટેગનો ઉપયગો કરી શકાશે નહીં.'
આ બેંકમાંથી ફાસ્ટેગ ખરીદી શકાશે
ફાસ્ટેગ્સ માટે નોંધાયેલ બેંકમાં એરટેલ પેમેન્ટ્સ બેંક, અલ્હાબાદ બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સિટી યુનિયન બેંક, કોસ્મોસ બેંક, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, ફેડરલ બેંક, ફિનો પેમેન્ટ્સ બેંક, HDFC બેંક, ICICI બેંક, IDBI બેંક, IDFC ફર્સ્ટ બેંક, ઇન્ડિયન બેંક, ઇન્ડસઇન્ડ બેંક, J&K બેંક, કર્ણાટક બેંક, કરુર વૈશ્ય બેંક, કોટક મહિન્દ્રા બેંક, નાગપુર નાગરિક સહકારી બેંક, પંજાબ નેશનલ બેંક, સારસ્વત બેંક , દક્ષિણ ભારતીય બેંક, ભારતીય સ્ટેટ બેંક, થ્રિસુર જિલ્લા સહકારી બેંક, યુકો બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને યસ બેંકનો સમાવેશ થાય છે.