LPG અને PNG પછી અઢળક LNG : ભારતે કરાર સાથે કરેલો દુનિયાનો સૌથી મોટો સોદો
- ચીનની 'આઇનો પેક' અને 'કતાર એનર્જી' વચ્ચે 10.8 કરોડ ટનનો સોદો થયો છે તે સામે પેટ્રોનેટે તેની સાથે 15 કરોડ ટનનો સોદો કર્યો
દોહા, નવી દિલ્હી : ભારત અને કટારની વચ્ચે તરલીકૃત પ્રાકૃતિક ગેસ (એલ.એન.જી.) અંગે દુનિયામાં સૌથી મોટો સોદો થયો છે. તેથી ૨૦૨૯થી ૨૦ વર્ષ સુધી ભારતને નિર્બંધ લિક્વીફાઇડ નેચરલ ગેસ (એલ.એન.જી.) મળતો રહેશે. ભારત દર વર્ષે ૭૫ લાખ ટન લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) કટાર પાસેથી ખરીદશે. આ દુનિયામાં એલ.એન.જી. સંદર્ભે થયેલા સૌથી મોટા કરારો બની રહેવાને છે તેથી ભારતને સ્વચ્છ એનર્જી મેળવવામાં મદદ થશે.
અધિકારીઓ જણાવે છે કે, મૂળ ૨૫ વર્ષના એક સોદા ઉપર ૧૯૯૯માં હસ્તાક્ષરો થયેલા હતા તેનો અમલ ૨૦૦૪થી શરૂ થયો હતો ત્ભારત કટાર એક પણ કન્સાઇનમેન્ટ ચૂક્યું નથી કે ન તો કોઈવાર કિંમત બદલાવ ઉંચે જવા માટે ભારતે ફરિયાદ કરી હતી કે દોહાએ દિલ્હી ઉપર 'માલ' ન ઉપાડવા માટે કોઈ શિક્ષાત્મક પગલા લીધાં ભારતે '૧૫- '૧૬માં ભાવ ઉંચકાયા હોવાથી એલ.એન.જી. ખરીદ્યો ન હતો. તેમ છતાં કરારો તો યથાવત્ જ રહ્યા હતા.
રાસ-ગેસે હવે કટાર એનર્જીએ મૂળ તો ઇથેન અને પ્રોપેનવાળા 'રીચ' ગેસની આપૂર્તિ માટે કરારો કર્યા હતા જેનો ઉપયોગ પેટ્રો રસાયણ સંકુલોમાં થાય છે તે પ્રમાણે વાર્ષિક ૫૦ લાખ ટન એલએનજીની આપૂર્તિ કરવામાં આવે છે તે વીજ ઉત્પાદન, ખાતર અને સીએનજી (રાંધણગેસ) માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં ઇથેન અને પ્રોપેનયુક્ત ગેસ પણ સામેલ છે.
ઓએનજીસીએ કતારથી આયાત કરાનાર એલએનજીનો સરળ ઉપયોગ કરવા માટે ૩૦ હજાર કરોડના ખર્ચે એક સંકુલ સ્થાપ્યું છે. તેનો ઉપયોગ પ્લાસ્ટિક અને ડીટર્જન્ટ રચવા માટે કરાય છે.
ચીનનો આયનોપેક અને નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશને કટાર એનર્જી સાથે ૧૦૮ કરોડ ટનનો સોદો કર્યો હતો. ભારતે ૧૫ કરોડ મે. ટનનો સોદો કરી ચીનને મ્હાત આપી છે.