Get The App

New Year's Day: એક ક્લિકમાં મિત્રોને વિશ કરો ન્યૂ યર, ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ

Updated: Jan 1st, 2022

GS TEAM


Google News
Google News
New Year's Day: એક ક્લિકમાં મિત્રોને વિશ કરો ન્યૂ યર, ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ 1 - image


નવી દિલ્હી, તા. 01 જાન્યુઆરી 2022 શનિવાર

સર્ચ એન્જિન ગૂગલે નવા વર્ષના પહેલા દિવસે આજે 1 જાન્યુઆરી 2022એ ખાસ ડૂડલ બનાવીને તમામને નવા વર્ષની શુભકામનાઓ આપી છે. એક દિવસ પહેલા 31 ડિસેમ્બરે ડૂડલમાં જોવા મળી રહેલી કેન્ડી રાતે 12 વાગે પોપ થઈ ગઈ. જેમાથી 2022ની શુભકામનાઓ નીકળી. આ સમગ્ર દુનિયામાં નવા વર્ષની શરૂઆત છે. ડૂડલને જેકલાઈટ્સ અને ગ્રેફિટ્ટીની સાથે સજાવવામાં આવ્યુ છે.

ગૂગલ ડૂડલની સાથે પોતાના મિત્રો અને પરિવારને નવા વર્ષની શુભકામનાઓ શેર કરવુ ઘણુ સરળ છે. આપે બસ ડૂડલ પર ક્લિક કરવાનુ છે અને સર્ચ રિઝલ્ટમાં ઘણા શેરેબલ GIF ખુલી જશે. પોતાના પસંદના GIFના શેર બટન પર ક્લિક કરો અને જેને ઈચ્છો તેને શેર કરી દો.

મૉર્ડન ગ્રિગોરિયન કેલેન્ડર અને જૂલિયન કેલેન્ડરમાં આજના દિવસે નવા વર્ષની શરૂઆત થાય છે. ગ્રિગોરિયન કેલેન્ડરના પ્રચલનમાં આવ્યા પહેલા કેટલાક વધુ કેલેન્ડર ફોલો કરવામાં આવતા હતા. નવા વર્ષના પહેલા દિવસે નવી શરૂઆતનુ પ્રતીક છે. આ દિવસે લોકો તે કામ કરવાનુ રિઝોલ્યૂશન લે છે જે ગયા વર્ષ ના કરી શક્યા.

આ વર્ષનો પહેલો દિવસ પણ સમગ્ર દુનિયામાં કોરોનાના જોખમ વચ્ચે મનાવાયો. 2019થી કોરોના મહામારીએ દુનિયાને પરેશાન કરી છે. જેની સાથે જંગ હજુ પણ ચાલુ છે. હવે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કારણે સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. મહામારીના જોખમના કારણે દેશભરમાં નવા વર્ષના જશ્ન પર ઘણા પ્રતિબંધ લાગ્યા. સમગ્ર દુનિયા એ આશામાં છે કે આ વર્ષે કોરોના પર સંપૂર્ણરીતે જીત મેળવી શકાશે. 

Tags :