Get The App

સેનાના જવાનોની એલઓસી નજીકના ગામોમાં નવા વર્ષની ઉજવણી, સ્થાનિકો સાથે ચાની ચુસ્કી મારી ડાન્સ કર્યો

ઉરી સેક્ટરના એલઓસી નજીકના ગામમાં જવાનો સ્થાનિક લોકો સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
સેનાના જવાનોની એલઓસી નજીકના ગામોમાં નવા વર્ષની ઉજવણી, સ્થાનિકો સાથે ચાની ચુસ્કી મારી ડાન્સ કર્યો 1 - image


New Year Celebration In Uri Sector: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વિશ્વભરના લોકો ઉજવણીમાં મગ્ન હતા. ત્યારે 31મી ડિસેમ્બર 2023ની અડધી રાત્રે પાકિસ્તાનની સરહદ સાથેની નિયંત્રણ રેખા પર જશ્નનો માહોલ જામ્યો હતો. એલઓસી નજીકના ગામોમાં ભારતીય સેનાના જવાનોએ સ્થાનિક લોકો સાથે ગરમ ચાની ચુસ્કી મારી ભોજન અને ડાન્સ કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી. 

જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી નજીક ચુરુંડા ગામમાં કડકડતી ઠંડી વચ્ચે નવા વર્ષની ઉજવણી શરુ થઈ હતી. આ દરમિયાન સેના અને ગ્રામવાસીઓ એકબીજાના સુખ-દુ:ખમાં સહભાગી થવા ખાતરી આપી હતી. જ્યારે પણ દેશના નાગરિકોને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડે છે, ત્યારે સેના સૌથી પહેલા આવે છે.

ઘરથી દૂર રહેતા જવાનોને ઉજવણીની તક મળે છે: સરપંચ લાલ દીન

ગામના સરપંચ લાલ દીન ખટાણાએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો સમયસ્યાઓને દૂર અને આનંદ કરાવવા માટે મદદ કરે છે. અમે એલઓસી પર ઝીરો પોઈન્ટ પર સેના સાથે નવા વર્ષની ઉજવણી કરીએ છીએ.આ ખૂબ સારો કાર્યક્રમ છે અને અમે ઈચ્છીએ છીએ કે, ભવિષ્યમાં પણ આ પરંપરા ચાલુ રહે. ધરથી દૂર રહેતા જવાનો ઉજવણી કરવાની તક મળે છે. 

સ્થાનિય શાળાના શિક્ષક જહાંગીર લતીફ એલઓસી પર શાંતિપૂર્ણ ઝોન 2023 સુનિશ્ચિત કરવા બદલ જવાનોનો આભાર માન્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે, વર્ષ 2024 શાંતિપૂર્ણ રહેશે અને આપણે બધા આનંદથી રહીએ. 


Google NewsGoogle News