Get The App

રસ્તાઓ પર ગાડીઓની અનેક કિલોમીટર સુધી લાંબી કતારો, નવા વર્ષે હિમાલયન રાજ્યમાં જતા લોકો માટે મહત્વના સમાચાર

અટલ ટનલમાંથી પસાર થતા માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ

હિમાચલ પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં હળવા હિમવર્ષા જોવા મળી

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
રસ્તાઓ પર ગાડીઓની અનેક કિલોમીટર સુધી લાંબી કતારો, નવા વર્ષે હિમાલયન રાજ્યમાં જતા લોકો માટે મહત્વના સમાચાર 1 - image


New Year Celebration: ક્રિસમસની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડો પર પહોંચી રહ્યા છે. જેના કારણે આ સ્થળોએ અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાણી છે. કુલ્લુ-મનાલી, શિમલા, હિમાચલ પ્રદેશના ધર્મશાલા અને ઉત્તરાખંડના મસૂરી, નૈનીતાલ, દેહરાદૂન જેવા પ્રવાસન સ્થળોએ ભારે ભીડ જોવા મળી રહી છે. આ સ્થળો પર હોટલ, રેસ્ટોરાં અને અન્ય પ્રવાસી સુવિધાઓનું બુકિંગ પહેલેથી જ ફુલ થઇ ગયું છે. નવા વર્ષમાં પણ લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે નવા વર્ષમાં અહીં જવાનું વિચારી રહ્યા છો, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો...

ક્રિસમસના કારણે ઘણા કાર્યક્રમોનું આયોજન

હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીના સોલાંગ વેલી, મનાલી, ડેલહાઉસી અને શિમલામાં ક્રિસમસના કારણે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોમાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ બંને ભાગ લઈ રહ્યા છે. તેમજ ઉત્તરાખંડના મસૂરી, નૈનીતાલ અને દેહરાદૂનમાં પણ ક્રિસમસના કારણે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોમાં ક્રિસમસ ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને કોન્સર્ટ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

રસ્તાઓ પર ભયંકર ટ્રાફિક જામ 

એવામાં મસુરી અને શિમલા જેવા પર્યટક સ્થળોએ હાલ ક્રિસમસના કારણે ભારે ભીડના દ્રશ્યો સર્જાયા છે. જેમાં સોશિયલ મીડિયામાં અનેક કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનોના વીડિયોની ભરમાર છે. હિમાચલ પ્રદેશનું સૌથી લોકપ્રિય સ્થળ મનાલીમાં દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં હિમવર્ષાનો આનંદ માણવા અને તેમની લાંબી રજાઓ ગાળવા જાય છે. સામાન્ય રીતે દર વર્ષે આ સમય દરમિયાન આ પ્રદેશમાં ટ્રાફિક જામના અહેવાલો સામે આવે છે.

ટ્રાફિકજામના કારણે પ્રવાસીઓને વાહનોમાં જ રાત વિતાવવી પડી

ક્રિસમસ પર ત્રણ રજાઓને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુલ્લુ મનાલી, શિમલા અને મસૂરી જેવા સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. જેના કારણે શનિવાર અને રવિવારે, મનાલી અને મસૂરીમાં ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. ટ્રાફિકજામના કારણે કેટલાક પ્રવાસીઓને વાહનોમાં જ રાત વિતાવવી પડી હતી. અટલ ટનલમાંથી પસાર થતા માર્ગ પર મહત્તમ ટ્રાફિક જામની સ્થિતિ છે. દરમિયાન, શનિવારે હિમાચલ પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં હળવી હિમવર્ષા જોવા મળી હતી. હવામાન વિભાગે 24 ડિસેમ્બરથી હિમાલયન રાજ્યમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે.

સ્થાનિક અર્થતંત્રને વેગ 

ક્રિસમસ નિમિત્તે પહાડો પર પહોંચેલી ભીડને કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનને કારણે ટ્રાફિકજામ સર્જાય છે અને લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ અને પ્રશાસન દ્વારા ઘણી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં ભીડને કાબૂમાં રાખવી મુશ્કેલ બની રહી છે. ક્રિસમસના અવસર પર પહાડો પર પહોંચતી ભીડથી સ્થાનિક અર્થતંત્રને પણ ઘણો ફાયદો થઈ રહ્યો છે. સ્થાનિક લોકો પ્રવાસનમાંથી ઘણી આવક મેળવી રહ્યા છે.

રસ્તાઓ પર ગાડીઓની અનેક કિલોમીટર સુધી લાંબી કતારો, નવા વર્ષે હિમાલયન રાજ્યમાં જતા લોકો માટે મહત્વના સમાચાર 2 - image


Google NewsGoogle News