Get The App

પહેલી જાન્યુઆરીનો અનોખો ઈતિહાસ, જાણો ક્યારથી થઈ ઉજવણીની શરૂઆત

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
New Year 2025


New Year 2025 : વર્ષ 2025ની શરૂઆતમાં હવે થોડાક જ કલાક બાકી છે. સમગ્ર દેશ ન્યુ યરની તૈયારીઓમાં લાગી ગયો છે. બધા લોકો 2025ને આવકારવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સૌ કોઇ પરિવાર સાથે નવા વર્ષનું સ્વાગત કરવામા લાગેલા છે. પરંતુ શું તમે જાણો છો કે, નવું વર્ષની ઉજવણી પહેલી જાન્યુઆરીએ કરવાની શરૂઆત કેવી રીતે થઇ અને પહેલીવાર 1 જાન્યુઆરીએ નવું વર્ષ ક્યારે ઉજવવામાં આવ્યું હતું? તો ચાલો જાણીએ નવા વર્ષની ઉજવણીના ઇતિહાસ વિશે. 

15મી સદીથી થઇ શરૂઆત

પહેલી જાન્યુઆરીના રોજ નવું વર્ષ ઉજવવાની પરંપરા ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે. તે ગ્રેગોરિયન કેલેન્ડર હેઠળ 15મી સદીમાં ઓક્ટોબર 1582માં શરૂ થયું હતું. આ તારીખ પહેલા સમગ્ર વિશ્વમાં જુલિયન કેલેન્ડરનું પાલન થતું હતું. ત્યાં માત્ર 10 મહિના હતા અને નવું વર્ષ નાતાલના દિવસે જ ઉજવવામાં આવ્યું હતું. પરંતુ આ પછી, એક અમેરિકન ફિઝિસિયન એલોયસિયસ લિલિયસે વિશ્વને એક નવું કેલેન્ડર આપ્યું. તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવ્યું. આ કેલેન્ડરમાં વર્ષનો પ્રથમ દિવસ 1 જાન્યુઆરી માનવામાં આવે છે. આ કેલેન્ડર આવ્યું ત્યારથી પહેલી જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવાની પરંપરા શરૂ થઇ.

આ પણ વાંચોઃ VIDEO : ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયામાં ભવ્ય આતશબાજી, 2025ને વધાવવા સિડનીમાં 10 લાખ લોકો ઉમટ્યા

અગાઉ માર્ચ મહિનો વર્ષનો પહેલો મહિનો હતો

15મી સદી પહેલા, માર્ચને વર્ષનો પ્રથમ મહિનો ગણવામાં આવતો હતો. અગાઉ નવું વર્ષ 25 માર્ચ અથવા 25 ડિસેમ્બરે ઉજવવામાં આવતું હતું. રોમના પ્રથમ રાજા નુમા પોપલીસે રોમન કેલેન્ડરમાં થોડો બદલાવ કર્યો અને 2 મહિના ઉમેર્યા. ત્યારપછી જાન્યુઆરી મહિનાને વર્ષનો પહેલો મહિનો માનવામાં આવે છે.

ભારતમાં અલગ અલગ તારીખો અનુસાર નવું વર્ષ ઉજવવામાં આવે છે, ભારત એક મોટો દેશ છે, તેમાં વિવિધ સંસ્કૃતિ અને ધર્મના લોકો વસે છે. ભારતમાં નવા વર્ષની ઉજવણી અલગ અલગ સમયે કરવામાં આવે છે. જો આપણે હિન્દુ નવા વર્ષની વાત કરીએ તો તે ચૈત્ર માસની શુક્લ પ્રતિપદાથી શરૂ થાય છે. જો આપણે મરાઠી લોકોની વાત કરીએ, તો તેઓ ગુડી પડવાના સમયે નવા વર્ષનું આગમન માને છે. આ સાથે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં ઉગાડીને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. કેરળમાં એપ્રિલ મહિનામાં નવું વર્ષ ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ New Year 2025 : વિશ્વનો એક એવો દેશ જે અનુસરે છે હિન્દુ કેલેન્ડર, પહેલી જાન્યુઆરીએ નવું વર્ષ મનાવતો નથી



Google NewsGoogle News