VIDEO : ભારતમાં ભવ્યાતિભવ્ય આતશબાજી સાથે 2025નું સ્વાગત, અનેક રાજ્યોમાં ઉજવણી
New Year 2025 : વિશ્વના મોટાભાગના દેશોએ 2024ને અલવિદા કહીને વર્ષ 2025ને આવકાર્યું છે. આ દરમિયાન ભારતમાં પણ નવા વર્ષનું આગમન થઇ ચૂક્યું છે. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી લોકો ધામધૂમથી ઉજવણી કરી નવા વર્ષને આવકારી રહ્યા છે. દેશના મુખ્ય શહેરોમાં આતશબાજી, ડીજે પાર્ટી અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઇ, કોલકાતા જેવા શહેરોમાં લોકો હજારોની સંખ્યામાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
મુંબઇમાં આતશબાજી સાથે ઉજવણી
મહારાષ્ટ્રમાં મુંબઇમાં લોકો મોટી સંખ્યામાં નવા વર્ષની ઉજવણી કરવા એકઠા થયા હતા. આ દરમિયાન મરીન ડ્રાઇવ પર લોકોએ આતશબાજી સાથે વર્ષ 2025નું સ્વાગત કર્યું હતું.
કોલકાતામાં ભવ્ય ઉજવણી
પશ્ચિમ બંગાળના કોલકાતામાં નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં લોકો એકઠા થઇ વર્ષ 2025નું સ્વાગત કર્યું છે.
અમૃતસરના સુવર્ણ મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
પંજાબના અમૃતસર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સુવર્ણ મંદિરમાં ઉમટ્યા છે. શ્રદ્ધાળુઓએ નવા વર્ષની શરૂઆત મંદિરના દર્શન કરીને કરી છે.
મનાલીમાં લોકો ઝૂમી ઉઠ્યા
હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પ્રવાસન શહેર મનાલીમાં હજારોની સંખ્યામાં લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ઘણાં લોકો ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા.
લખનઉમાં નવા વર્ષનું સ્વાગત
ઉત્તર પ્રદેશના લખનઉમાં યુવાઓએ ડીજેના તાલે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.
જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ભવ્ય તૈયારી
પૃથ્વી પરના સ્વર્ગ ગણાાત ભારતના કેન્દ્ર શાસીત પ્રદેશ જમ્મુ કાશ્મીરના લોકોમાં નવા વર્ષને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુલમર્ગમાં ભવ્ય તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ દરમિયાન નવા વર્ષને આવકારવા મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ રહ્યા છે.
મુંબઇમાં ભીડનો જમાવડો
મુંબઇમાં નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ રહ્યા છે. મુંબઇના બાંદ્રામાં નવા વર્ષને લઇને ઉજવણી શરૂ થઇ ગઇ છે.
મનાલીમાં લોકોમાં ભારે ઉત્સાહ
મનાલીમાં નવા વર્ષના આગમનને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આશરે 50 હજારથી વધુ મુસાફરો નવા વર્ષની ઉજવણી કરવા મનાલી પહોંચ્યા છે.