નવા વર્ષે લાંબી રજાઓમાં ફરી લો દેશ-વિદેશ, જાણો કઈ કઈ જગ્યાઓ છે બેસ્ટ

લાંબા વીકએન્ડમાં ફરવાનો શોખીનો માટે 2024નું વર્ષ ખૂબ સારુ રહેશે

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
નવા વર્ષે લાંબી રજાઓમાં ફરી લો દેશ-વિદેશ, જાણો કઈ કઈ જગ્યાઓ છે બેસ્ટ 1 - image
Image Envato 

તા. 25 ડિસેમ્બર 2023, સોમવાર 

લાંબા વીકએન્ડમાં ફરવાનો શોખીનો માટે 2024નું વર્ષ ખૂબ સારુ રહેશે. જો તમે ખાવા -પીવા અને બહાર ફરવાના અથવા પ્રકૃતિપ્રેમી વ્યક્તિ છો, તો ભારતમાં એવી કેટલીયે જગ્યાઓ છે કે જ્યાં તમારો પ્રવાસ યાદગાર બની રહેશે. આ નવા વર્ષમાં કેટલાક લાંબા વીકએન્ડ છે, જેમા તમે ફરવાનું વિચારી શકો છો. જો તમે અત્યારથી જ તમારા પ્રવાસનો પ્લાન કરશો, તો છેલ્લા ટાઈમમાં તમારે ફ્લાઈટ્સ અથવા હોટલ શોધવામાં તકલીફ નહી પડે.

જો તમે વર્ષ 2023-24માં લોન્ગ વીકએન્ડ અને આ દરમ્યાન ત્યા ફરવા જઈ રહ્યા છો, તો તેના વિશે આપણે વિસ્તૃતમાં જાણીએ. 

ડિસેમ્બર 2023- જાન્યુઆરી 2024

30 ડિસેમ્બર શનિવાર

31 ડિસેમ્બર રવિવાર 

1 જાન્યુઆરી સોમવાર 

આ દિવસોમાં ક્યાં જઈ શકાય

આ ત્રણ દિવસની રજાઓમા ગોવા જઈ શકાય. નવા વર્ષનું જશ્ન મનાવવા માટે ગોવા એક ખૂબ જ સુંદર જગ્યા છે. અહીંના બીચ પર તમે નવા વર્ષની પાર્ટીનો ભરપુર આનંદ માણી શકો છો. તેના માટે હોટેલની ટિકિટ અત્યારથી જ બુક કરાવો જેથી કરીને તારીખ નજીક આવતા હેરાન ન થવું પડે.

જાન્યુઆરી 2024

13 જાન્યુઆરી શનિવાર

14 જાન્યુઆરી રવિવાર 

15 જાન્યુઆરી સોમવાર 

આ ત્રણ દિવસોમાં ક્યાં જઈ શકાય

આ લાંબા વીકએન્ડમાં રણ ઉત્સવ, ગુજરાતમાં જઈ શકો છો. ત્રણ દિવસના આ લોન્ગ વીકની શરુઆતમાં તમે અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની સાથે કરી શકો છો. ત્યાર બાદ રણ ઉત્સવ માટે ઘોરડો રવાના થઈ શકો છો. ઘોરડોને હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ  ટૂરિઝ્મ ઓર્ગેનાઈજેશનના પ્રવાસન માટે દુનિયાના સૌથી સારા ગામનો દરજ્જો મળ્યો છે. 

જાન્યુઆરી 2024

26 જાન્યુઆરી શુક્રવાર, ગણતંત્ર દિવસ

27 જાન્યુઆરી શનિવાર

28 જાન્યુઆરી રવિવાર 

આ લાંબા વીકએન્ડમાં તમે પંજાબ અન અમૃતસર જઈ શકો છો. અહીં તમે જલિયાવાલા બાગ અને વાઘા બોર્ડર ફરવાનો પ્લાન કરી શકો છો. 

માર્ચ 2024 

તા. 8, 9 અને 10 માર્ચ 2023, શુક્રવાર, શનિવાર અને રવિવાર 

આ ત્રણ દિવસીય રજામાં ખાવા પિવાના શોખિન લોકો ભારતના પ્રસિદ્ધ શહેરો દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નઈ, જયપુર, અમૃતસર, લખનઉ વગેરે જગ્યા પર જઈ શકે છે.

માર્ચ 2024 

તા. 23, 24 અને 25 માર્ચ 2024, શુક્રવાર, શનિવાર અને રવિવાર 

આ વીકએન્ડમાં વારાણસી, મથુરા, વૃંદાવન, બરસાના, જયપુર, શાંતિનિકેતન જેવી જગ્યાઓ પર જઈ શકો છોય 

જૂન 2024

15, 16 અને 17 શનિવાર, રવિવાર અને સોમવાર 

આ દરમિયાન પહોડામાં જવાનો યોગ્ય સમય કહી શકાય છે. તમે મૈસુર, દાર્જિલિંગ, શિમલા, મનાલી, કસોલ, મેક્લોડગંજ જેવા પહાડી વિસ્તારોમાં જઈ શકે છે. પરંતુ વધારે ભીડભાડથી બચતા રહેવુ જોઈએ.

ઓગસ્ટ 2024

તા. 15 થી 19 ઓગસ્ટ 2024 (ગણતંત્ર દિવસ) ગુરુવાર થી સોમવાર 

આ પાંચ દિવસોમાં વિદેશ યાત્રા કરવા માટે પુરતો સમય છે. એટલા માટે તમે ભારતની નજીકના કોઈ દેશોમાં જઈ શકો છો. જેમા તમે થાઈલેન્ડ, મલેશિયા, શ્રીલંકા, સિંગાપુર  જેવા દેશોમાં ફરવાનો પ્લાન કરી શકો છો. 

ઓગસ્ટ 2024 

24 થી 26 ઓગસ્ટ, શનિવાર થી સોમવાર

આ વીકએન્ડમાં તમે રોડ ટ્રીપ પર જઈ શકો છો. જેવા કે દિલ્હી- જયપુર - આગ્રા, તવાંગથી ગુવાહાટી, શિમલાથી સ્પીતિ વેલી, મુંબઈથી ગોવા, ચેન્નઈથી પોંડીચેરી, અમદાવાદથી કચ્છ, મૈસુરથી હંપી, બેંગ્લોરથી ઉટી.

ઓક્ટોબર 2024

11 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર, શુક્રવારથી રવિવાર

આ વીકએન્ડમાં તમે દશેરાનો આનંદ ઉઠાવી શકો છો. જેમા તમે કોલકતાથી મૈસુર જઈ શકો છો. 

નવેમ્બર 2024

1 નવેમ્બર થી 3 નવેમ્બર, શુક્રવાર થી રવિવાર 

આ દરમિયાન તમે ટ્રેન ટ્રિપ પર જઈ શકો છો. નવેમ્બર મહિનામાં તમે કન્યાકુમારી, જેસલમેર, ભુવનેશ્વર, રામેશ્વર, શિમલા, સુંદરવન, ભરતપુર અને ગુલમર્ગ જેવી જગ્યાએ ફરવા જઈ શકો છો. 

ફેબ્રુઆરી 2024

11,12 અને 13 ફેબ્રુઆરી 2024, શુક્ર, શનિ અને રવિવાર


Google NewsGoogle News