1 ઓક્ટોબર 2025થી તમામ ટ્રકોમાં AC કેબિન ફરજિયાત, માર્ગ પરિવહન મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
1 ઓક્ટોબર, 2025 અથવા ત્યારબાદ બનેલા તમામ N2 અને N3 કેટેગરીના ટ્રકોની કેબિન માટે એર કંડીશનિંગ સિસ્ટમ લગાવવામાં આવશે.
Image Envato |
તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર
દેશમાં ટ્રકોની ખરાબ વ્યવસ્થાને જોતા ભારત સરકારે તમામ ટ્રકોમાં AC કેબિન ફરજિયાત કરી દીધું છે. માર્ગ પરિવહન મંત્રાલયે એક નોટિસ જાહેર કરતા કહ્યું કે, 2025થી તમામ નવી ટ્રકોમાં ડ્રાઈવરો માટે ફૈક્ટ્રી-ફિટેડ AC કેબિન હોવું ફરજિયાત બનશે. મંત્રાલયે શુક્રવાર રાત્રે જાહેર કરેલા રાજપત્ર અધિસુચનામાં કહ્યું કે, 1 ઓક્ટોબર, 2025 અથવા ત્યારબાદ બનેલા તમામ N2 અને N3 કેટેગરીના ટ્રકોની કેબિન માટે એર કંડીશનિંગ સિસ્ટમ લગાવવામાં આવશે.
નોટીફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, એર કન્ડીશનીંગ સિસ્ટમથી સજ્જ કેબિનોનું પરીક્ષણ નોટિફાઈડ ઓટોમોટિવ ધોરણો અનુસાર તેમા N2 અને N3 કેટેગરીના કોમર્શિયલ વાહનોનો સમાવેશ થાય છે.
2020માં 10 રાજ્યોમાં ટ્રક ડ્રાઈવરોના સર્વેક્ષણ કર્યુ હતું
આના કારણે ટ્રક નિર્માતાઓને એસી સિસ્ટમવાળા કેબિન સાથેના ચેસીસ વેચવાનો માર્ગ પણ મોકળો બનશે. હાલના સમયમાં ટ્રક બોડી બનાવનારા બિલ્ડર ફિટ કરે છે. એટલા માટે ટ્રકના ડેશબોર્ડ સહિત એસી કેબિનમાં મોડિફિકેશનની જરુર હશે, એટલે ટ્રક ઉત્પાદક કંપનીઓને જાતે લગાવવાના રહેશે. જેના કારણે હવે કેબિનને ફિટ કરવા માટે વાહનમાં બોડી બિલ્ડરોની જરુરીયાત ખત્મ થઈ જશે. તમને જણાવી દઈએ કે એક નોન-પ્રોફિટેબલ ઓર્ગેનાઈઝેશને 2020માં 10 રાજ્યોમાં ટ્રક ડ્રાઈવરોના સર્વેક્ષણ કર્યુ હતું જેમા લગભગ અડધાથી વધારે ટ્રક ડ્રાઈવરોએ આ વાતને સ્વીકારી હતી કે, થાક અને ઊંઘ આવતી હોવા છતા પણ તેઓ ગાડી ચલાવતા હોય છે.
N2 અને N3 શ્રેણીમાં ક્યા વાહનોનો સમાવેશ થાય છે
N2 કેટેગરી:
આ કેટેગરીમાં એવા ભારે માલ વહન કરતાં વાહનોનો સમાવેશ થાય છે જેનું કુલ વજન 3.5 ટનથી વધુ અને 12 ટનથી ઓછું હોય.
N3 કેટેગરી:
N3 કેટેગરીમાં એવા ભારે માલ વહન કરતા વાહનોનો સમાવેશ થાય છે જેનું કુલ વજન 12 ટનથી વધુ છે.