આ રાજ્યમાં ભાજપને લાગશે જોરદાર ઝટકો! વર્ષના અંતે ચૂંટણી પહેલાં સર્વેના આંકડાએ ઊંઘ ઉડાડી
Image: IANS, File Photo |
Maharashtra Assembly Election 2024: લોકસભા ચૂંટણી બાદ આ વર્ષના અંત સુધી મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલાં તમામ પાર્ટીઓએ પ્રજાને આકર્ષવા પોતાના પ્રયાસો શરુ કરી દીધા છે. મીડિયા દ્વારા હાથ ધરાયેલા સર્વે બાદ ભાજપને મોટો ફટકો પડી શકે છે.
મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો છે, મીડિયા રિપોર્ટ અનુસાર, ભાજપને મહારાષ્ટ્રમાં 55-65 બેઠકો મળવાનો અંદાજ છે. જો આ સર્વેનું માનીએ તો, મહાવિકાસ અઘાડી સારી એવી બેઠકો જીતી શકે છે. જેમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સામેલ છે.
2014-2019માં કેવા પરિણામો રહ્યા હતા?
ભાજપે 2019માં 105, અને 2014માં 122 બેઠકો જીતી હતી. બન્ને ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. પરંતુ આ વર્ષે સર્વેમાં ઝટકો વાગી શકે છે. આ સર્વે ભાજપના આંતરિક રિપોર્ટના અહેવાલે તૈયાર કરવામાં આવ્યો છે. એકનાથ શિંદે ભાજપના સહયોગથી ફરી સત્તા પર આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ ફેસબુક પર હિન્દુ છોકરીને ફોસલાવે છે અને લગ્ન પછી..' લવ જેહાદ પર આ શું બોલ્યાં ભાજપના CM?
અન્ય એક સર્વેમાં રજૂ કરાયેલા આંકડા પણ ભાજપનું ટેન્શન વધારી રહ્યા છે. રિપોર્ટમાં એક રાજકીય વિશ્લેષકે મુંબઈની 36 બેઠકો પર સર્વે કર્યો છે. આ સર્વેમાં એનડીએ અને મહાવિકાસ અઘાડી વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી છે. સર્વેમાં મહાવિકાસ અઘાડીને 17 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળના NDAને 13 બેઠકો મળવાની ધારણા છે. મહાવિકાસ અઘાડીને જૂન સુધીમાં 18 બેઠકો મળવાની અપેક્ષા છે.
સંજય રાઉતે પણ મહાવિકાસ અઘાડીની જીતનો દાવો કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ હારી રહી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી તેની સરકાર બનાવશે. આ તમામ સર્વેના આધારે ઉદ્ધવ ઠાકરેએ પણ સીધું અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે અમિત શાહને અહેમદ શાહ અબ્દાલી કહ્યા છે.