Get The App

AIIMSની નવી શરૂઆત! સ્ટ્રોકના દર્દીઓની સ્વદેશી મ્યૂઝિક થેરાપીથી થશે સારવાર

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
AIIMSની નવી શરૂઆત! સ્ટ્રોકના દર્દીઓની સ્વદેશી મ્યૂઝિક થેરાપીથી થશે સારવાર 1 - image


Image Source: Wikipedia

નવી દિલ્હી, તા. 09 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

સ્ટ્રોક બાદ બોલવામાં તકલીફ અને ભાષાની સમસ્યાને સ્વદેશી મ્યૂઝિક થેરાપીથી દૂર કરવામાં આવશે. એમ્સ આવા દર્દીઓની સમસ્યાઓને દૂર કરવા માટે સંશોધન કરી રહ્યુ છે. વર્તમાન સમયમાં ડચ, સ્પેનિશ સહિત અમુક અન્ય દેશોમાં ઉપયોગ થનારી થેરાપીનો ભારતમાં ઉપયોગ કરવામાં આવે છે. ભારતના દર્દીઓ પર થેરાપી સીધી કારગર નથી. દરમિયાન ભારતના લોકોની જરૂરિયાતના આધારે આ થેરાપીમાં ફેરફાર કરીને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આની અસર ઓછી જોવા મળે છે.

નિષ્ણાતો અનુસાર સ્ટ્રોક બાદ 21થી 38 ટકા દર્દીઓમાં અફેજિયા રોગ થઈ જાય છે. જેમાં બોલવાની ક્ષમતા કે ભાષાની તકલીફ થઈ જાય છે. અફેજિયા લખાતી અને બોલાતી ભાષાને અભિવ્યક્ત કરવા અને સમજવાની ક્ષમતા પર અસર નાખે છે. એક વખત મૂળ કારણની સારવાર થઈ ગયા બાદ અફેજિયાની મુખ્ય સારવાર સ્પીચ થેરાપીથી થાય છે. તેની મદદથી બોલવાની તકલીફને દૂર કરી શકાય છે.

IIT દિલ્હી સાથે થશે સંશોધન

એમ્સના ન્યૂરોલોજી વિભાગના ડોક્ટરે કહ્યુ કે આઈઆઈટી દિલ્હીની મદદથી સારવારની નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. તેને અંગે એક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે જે 3 વર્ષ ચાલશે. જેમાં 60 એવા દર્દીઓ પર સંશોધન થશે જેમને એક વર્ષમાં સ્ટ્રોક આવ્યો અને તેમની બોલવા અને ભાષાની ક્ષમતા અસર થઈ. અભ્યાસ દરમિયાન એમ્સ આવા દર્દીઓને મફત સુવિધા આપશે. અભ્યાસમાં સામેલ થવા માટે આવા દર્દી 8929466866 નંબર પર એમ્સમાં સંપર્ક કરી શકે છે. 

મગજના ડાબા ભાગમાંથી નિયંત્રણ થાય છે

નિષ્ણાતો અનુસાર મગજના ડાબા ભાગમાંથી બોલવા અને ભાષાને સમજવાની ક્ષમતા કંટ્રોલ થાય છે. સ્ટ્રોક દરમિયાન આવા દર્દીઓમાં આ અસર થાય છે. મ્યૂઝિક થેરાપી દરમિયાન આને ફરીથી સક્રિય કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેમાં પ્રયત્ન કરવામાં આવે છે કે આવા મ્યૂઝિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો દર્દીને સરળતાથી સમજમાં આવે અને તે મ્યૂઝિકમાં રુચિ દાખવી શકે. તેની મદદ મગજમાં રાસાયણિક સુધારો થાય છે જે આ વિકારને દૂર કરવામાં મદદ કરે છે.

સ્ટ્રોક મૃત્યુનું બીજુ સૌથી મોટુ કારણ

દેશમાં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકોને સ્ટ્રોક આવે છે. ઠંડીના સમયે તેની સંખ્યા વધી જાય છે. નિષ્ણાતો અનુસાર સ્ટ્રોક મૃત્યુનું બીજુ મુખ્ય કારણ છે. આ સિવાય સ્ટ્રોકના કારણે દિવ્યાંગતા પણ આવી જાય છે. તીવ્ર સ્ટ્રોક દરમિયાન 21થી 38 ટકા દર્દીઓના મગજમાં નુકસાનથી અફેજિયા કે ભાષાની કાર્યક્ષમતામાં નુકસાન થઈ જાય છે. મ્યૂઝિક થેરાપીથી તેને સુધારી શકાય છે.


Google NewsGoogle News