Get The App

આવતીકાલથી સિમકાર્ડ ખરીદવાનો નિયમ બદલાશે, નવા નંબર પર જાણો શું થયું ફરજિયાત

પહેલી જાન્યુઆરી 2024થી ભારતમાં સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ધરમૂળથી ફેરફાર થવા જઈ રહ્યો છે

નવા નિયમ પ્રમાણે યૂઝરે વર્ચુઅલ KYC આપવાની રહેશે

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News

તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર

Sim Card New Rule : નવા વર્ષથી એટલે કે 1, જાન્યુઆરી 2024થી ભારતમાં સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ધરમૂળથી ફેરફાર થવા જઈ રહ્યો છે. આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડી આદેશ પણ અપાયો છે. સરકારના આદેશ મુજબ હવે સિમકાર્ડ ખરીદનાર અને વેચનાર બંનેએ નવા નિયમોનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારના નોટિફેકેશન પ્રમાણે નવા નિયમમાં યુઝરે  વર્ચ્યુઅલ KYC આપવાની રહેશે. નવા નિયમોનું ઉલ્લંઘન કરનારે મોટું નુકસાન પણ થઈ શકે છે. 

નવા નિયમ પ્રમાણે યૂઝરે વર્ચુઅલ KYC આપવાની રહેશે

અગાઉ નવું સિમકાર્ડ ખરીદવા આધારકાર્ડની વિગતો, નામ-રહેઠાણ વગેરે જેવી બાબતો પેપર ફોર્મ પર લખવામાં આવતી હતી, જોકે,  હવે આ જુની પદ્ધતિને 1 જાન્યુઆરી 2024થી બંધ કરી દેવામાં આવશે. એટલે હવે નવા નિયમ પ્રમાણે યૂઝરે વર્ચુઅલ KYC આપવાની રહેશે. સરકારે સિમ કાર્ડ ખરીદનારા માટે નવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધાના કારણે હવે યુઝર્સે પેપર ફોર્મ પદ્ધતિ વગર નવું સિમકાર્ડ મેળવી શકશે.

આ નિયમ પાછળ સરકારનો મુખ્ય ઉદ્ધેશ્ય સાયબર ફ્રોડ રોકવાનો છે

ટેલિકોમ્યુનિકેશન વિભાગના જણાવ્યા પ્રમાણે આ નિયમ પાછળ સરકારનો  મુખ્ય ઉદ્ધેશ્ય સાયબર ફ્રોડ રોકવાનો છે, સરકારી એજન્સીઓનું કહેવુ છે કે,  હવે ફર્જી સિમ કાર્ડની ખરીદી પર લગામ લાગશે. 

સિમ વેચાણ કેન્દ્રની જાણકારી પણ હશે

હકીકતમાં 1 જાન્યુઆરીથી બદલાઈ રહેલા નિયમોમાં વિક્રેતાએ પોઈન્ટ ઓફ સેલની જાણકારી આપવી પડશે. જેથી ભવિષ્યમાં સિમ કાર્ડને લઈને કોઈ પ્રોબલેમ આવે તો, પોઈન્ટ ઓફ સેલ આ મામલાને ઉકેલવામાં મદદ કરી શકે. 

વિક્રેતા અથવા એજન્ટને કરાવું પડશે રજિસ્ટ્રેશન

નવા નિયમો હેઠળ સરકારે ટેલિકોમ કંપનીઓ માટે ફ્રેન્ચાઈઝી, ડિસ્ટ્રિબ્યુટર્સ અને પોઈન્ટ ઓફ સેલ ( PoS) એજન્ટ વગેરેએ તેમનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ માટે ટેલિકૉમ ડીલર્સ અને એજન્ટોને 12 મહિનાનો ટાઈમ અપાશે.  



Google NewsGoogle News