Latest Photos : રામ મંદિરની નવી તસવીરો આવી સામે, ભવ્યતા અને સુંદરતા નિહાળો

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
Latest Photos : રામ મંદિરની નવી તસવીરો આવી સામે, ભવ્યતા અને સુંદરતા નિહાળો 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 15 જાન્યુઆરી 2024 સોમવાર

અયોધ્યાના રામ મંદિરની ભવ્યતા અને સુંદરતાની અમુક નવી તસવીરો સામે આવી છે. 22 જાન્યુઆરી 2024એ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. નવી તસવીરોમાં મંદિરની બહારની ભવ્યતા જોવા મળી રહી છે. મંદિરના સ્તંભોથી લઈને દરેક ભાગમાં કરવામાં આવેલા સુંદર નકશીકામનો નજારો જોવા મળી રહ્યા છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિર પરિસરની આ નવી તસવીરો શેર કરી. નવી તસવીરોમાં મંદિરની અંદરનો નજારો પણ જોવા મળી રહ્યો છે. મંદિરની અંદરની સુંદરતા અને ભવ્યતા આ તસવીરોના માધ્યમથી જોવા મળી રહી છે. 

Latest Photos : રામ મંદિરની નવી તસવીરો આવી સામે, ભવ્યતા અને સુંદરતા નિહાળો 2 - image

રામ મંદિરનું ગર્ભગૃહ કંઈક એવું બનાવવામાં આવ્યુ છે કે 25 ફૂટ દૂરથી શ્રદ્ધાળુ ભગવાન રામની છબી નિહાળી શકશે. દિવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે. ત્રણ માળના રામ મંદિર પારંપરિક નાગર શૈલીમાં બનાવવામાં આવ્યુ છે. મુખ્ય ગર્ભગૃહમાં શ્રીરામ લલાની મૂર્તિ છે અને પ્રથમ માળ પર શ્રીરામ દરબાર હશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ શ્રેત્ર ટ્રસ્ટ અનુસાર રામ મંદિરમાં 5 મંડપ હોલ હશે. જેમાં નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના અને કીર્તન મંડપ.

દેવતાઓ, દેવી-દેવતાઓની મૂર્તિઓ મંદિરના સ્તંભો અને દિવાલોને સુશોભિત કરે છે. 32 સીડીઓ ચઢીને શ્રદ્ધાળુ સિંહદ્વારથી એન્ટ્રી કરી શકશે. મંદિરની ચારે બાજુ આ લંબચોરસ રેમ્પાર્ટ્સ રહેશે. મંદિરમાં દિવ્યાંગ અને વૃદ્ધ તીર્થયાત્રીઓ માટે પણ ખાસ સુવિધાઓ છે. રેમ્પ અને લિફ્ટ પણ છે.

Latest Photos : રામ મંદિરની નવી તસવીરો આવી સામે, ભવ્યતા અને સુંદરતા નિહાળો 3 - image

મંદિર ટ્રસ્ટનું કહેવુ છે કે મંદિરની પાસે એક ઐતિહાસિક કૂવો (સીતા કૂવો) છે જે પ્રાચીન કાળનો છે. આ સિવાય 25,000 લોકોની ક્ષમતાવાળુ એક તીર્થયાત્રી સુવિધા કેન્દ્ર (પીએફસી) નું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આ તીર્થયાત્રીઓ માટે તબીબી સુવિધાઓ અને લોકર સુવિધા આપશે.

Latest Photos : રામ મંદિરની નવી તસવીરો આવી સામે, ભવ્યતા અને સુંદરતા નિહાળો 4 - image

1. મંદિરનું પારંપરિક નાગર શૈલીમાં નિર્માણ થઈ રહ્યુ છે

2. મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે.

3. મંદિર ત્રણ માળનું છે, જેના પ્રત્યેક માળ 20 ફૂટ ઊંચા છે. જેમાં કુલ 392 સ્તંભ છે. 44 દરવાજા છે.

4. મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામના બાળપણનું સ્વરૂપ (શ્રી રામલલાની મૂર્તિ) છે, જ્યારે પહેલા માળ પર શ્રીરામ દરબાર હશે.

5. પાંચ મંડપ (હોલ)- નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના અને કીર્તન મંડપ.

6. દેવી-દેવતાઓ, દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્તંભો અને દિવાલ પર કોતરણી છે.

7. રામ મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશાથી છે, સિંહ દ્વારથી 32 સીડીઓ ચઢીને પ્રવેશ થશે. 

8. દિવ્યાંગો અને વૃદ્ધોની સુવિધા માટે રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા હશે.

9. મંદિરની ચારે તરફ લંબચોરસ રેમ્પાર્ટ્સ હશે. ચારેય દિશાઓમાં તેની કુલ લંબાઈ 732 મીટર અને પહોળાઈ 14 ફૂટ છે.

10. રામ મંદિર પરિસરના ચારે ખૂણા પર ચાર મંદિર હશે, જેમાં સૂર્ય દેવ, દેવી ભગવતી, ગણેશ ભગવાન અને ભગવાન શિવને સમર્પિત હશે. ઉત્તરી ભૂજામાં માતા અન્નપૂર્ણાનું મંદિર, જ્યારે દક્ષિણી ભુજામાં હનુમાનજીનું મંદિર છે. 

11. મંદિરની પાસે એક ઐતિહાસિક કૂવો (સીતા કૂવો) છે, જે પ્રાચીન કાળનો છે.

12. શ્રીરામ જન્મભૂમિ મંદિર પરિસરમાં પ્રસ્તાવિત અન્ય મંદિર મહર્ષિ વાલ્મિકી, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વિશ્વામિત્ર, નિષાદ રાજ, માતા શબરી અને દેવી અહિલ્યાની પૂજ્ય પત્નીને સમર્પિત રહેશે. 

13. રામ મંદિર પરિસરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં કુબેર ટીલા પર જટાયુની સ્થાપનાની સાથે-સાથે ભગવાન શિવના પ્રાચીન મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યુ છે.

14. મંદિરમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

15. મંદિરના પાયાનું નિર્માણ રોલર-કોમ્પેક્ટ કોંક્રિટ (આરસીસી) ની 14 મીટર મોટી પરતથી કરવામાં આવ્યુ છે, જે તેને કૃત્રિમ ખડકનું રુપ આપે છે.

16. મંદિરને જમીનના ભેજથી સુરક્ષિત રાખવા માટે ગ્રેનાઈટનો ઉપયોગ કરીને 21 ફૂટ ઊંચા ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

17. મંદિર પરિસરમાં અહીં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફાયર પ્રોટેક્શન માટે પાણી પુરવઠો અને સ્વતંત્ર પાવર સ્ટેશન છે.

18. 25,000 લોકોની ક્ષમતા ધરાવતુ એક તીર્થયાત્રી સુવિધા કેન્દ્ર (પીએફસી)નું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે, આ તીર્થયાત્રીઓને તબીબી સુવિધાઓ અને લોકર સુવિધા આપશે.

19. પરિસરમાં સ્નાન ક્ષેત્ર, વોશરૂમ, વોશબેસિન, ખુલ્લા નળ વગેરેની સાથે એક અલગ બ્લોક પણ હશે.

20. મંદિરનું નિર્માણ સંપૂર્ણરીતે ભારતની પારંપરિક અને સ્વદેશી તકનીકનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યુ છે. તેનું નિર્માણ પર્યાવરણ-જળ સંરક્ષણ પર ખાસ જોર આપીને કરવામાં આવી રહ્યુ છે અને 70 એકર ક્ષેત્રના 70% ભાગને હરિયાળુ રાખવામાં આવ્યુ છે.


Google NewsGoogle News