નવા સંસદ ભવનની '7 સ્ટાર ઈમારત' નફરતની નવી સંસ્કૃતિના ઉદઘાટનની સાક્ષી બની : કપિલ સિબ્બલ

દાનિશ અલી અંગે રમેશ બિધૂરીની ટિપ્પણીઓ પર કપિલ સિબ્બલે આપી કડક પ્રતિક્રિયા

ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન મોદીના મૌન સામે પણ સવાલો ઊઠાવ્યાં

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
નવા સંસદ ભવનની '7 સ્ટાર ઈમારત' નફરતની નવી સંસ્કૃતિના ઉદઘાટનની સાક્ષી બની : કપિલ સિબ્બલ 1 - image

રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે (Kapil Sibbal) શનિવારે સંસદના નીચલા ગૃહમાં બહુજન સમાજ પાર્ટીના નેતા અને સાંસદ દાનિશ અલી વિરુદ્ધ લોકસભાના સભ્ય રમેશ બિધુરીના વાંધાજનક નિવેદનોની આકરી ટીકા કરતા કહ્યું હતું કે  સંસદની સેવન સ્ટાર બિલ્ડિંગ નફરતની નવી સંસ્કૃતિના ઉદઘાટનની સાક્ષી બની છે. 

બિધૂરીએ દાનિશ અલીને ઉગ્રવાદી, આતંકવાદી કહ્યા હતા 

ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3'ની સફળતા પર સંસદના નીચલા ગૃહમાં ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિધુરી (Ramesh Bidhuri Controversial Statement)એ ગુરુવારે રાત્રે બસપા સાંસદ દાનિશ અલીને નિશાન બનાવીને કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેનાથી મોટો વિવાદ ઊભો થયો હતો અને વિરોધ પક્ષોના નેતાઓએ તેની ટીકા કરી હતી. બિધૂરીને દાનિશ અલી (Danish Ali) માટે ઉગ્રવાદી, આતંકવાદી, મુલ્લા જેવા શબ્દો વાપર્યા હતા. આ દરમિયાન અપશબ્દો પણ કહ્યા હતા.  ભારતીય જનતા પાર્ટીએ (BJP) નેતા સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. ભાજપે પણ આ મામલે તેને નોટિસ ફટકારી છે જવાબ માગ્યો છે. રાજનાથ સિંહે (Rajnath singh)આ મામલે જાહેરમાં માફી પણ માગી હતી.  

સિબ્બલેે ટ્વિટ કરી સાધ્યું નિશાન  

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરતા કપિલ સિબ્બલે દાનિશ અલી વિરુદ્ધ બિધુરી દ્વારા ઉપયોગમાં લેવાયેલા શબ્દોનો ઉલ્લેખ કર્યો અને આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના "મૌન" પર સવાલ ઉઠાવ્યા. તેમણે આગળ લખ્યું કે "સેવન સ્ટાર બિલ્ડિંગ સંસદ 'નફરત'ની નવી સંસ્કૃતિના ઉદ્ઘાટનની સાક્ષી બની. 

ઓમ બિરલાએ પણ આપી હતી ચેતવણી 

તાજેતરમાં પૂરા થયેલા સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી જૂનામાંથી નવા સંસદ ભવનમાં ખસેડવામાં આવી છે.બિધુરીએ લોકસભામાં દાનિશ અલી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યા બાદ શુક્રવારે મોટો વિવાદ સર્જાયો હતો અને લોકસભાના સ્પીકર ઓમ. બિરલાએ બિધુરીને ચેતવણી આપી હતી કે જો તે ભવિષ્યમાં આવું વર્તન કરશે તો તેની સામે "કડક પગલાં" લેવામાં આવશે. દાનિશ અલીએ કહ્યું કે જો બિધુરી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ લોકસભાનું સભ્યપદ છોડવાનું પણ વિચારી શકે છે. વિપક્ષી સંસ્થા ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ 'ઈન્ડિયા' એ બિધુરીના નિવેદનની સખત નિંદા કરી અને આ બાબતને ગૃહની વિશેષાધિકાર સમિતિને મોકલવા વિનંતી કરી હતી.




બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 






Google NewsGoogle News