Get The App

ભારતમાં રોજગારીની તકો વધવાની શક્યતા, આ સેક્ટરમાં ભરતીનું પ્રમાણ વધશેઃરિપોર્ટ

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
Recruitments


Employment Outlook In India: ભારત આગામી ત્રણ મહિના દરમિયાન વિશ્વમાં સૌથી મજબૂત હાયરિંગ સેન્ટિમેન્ટ જોવા મળી શકે છે. સર્વેમાં ભારતનું નેટ એમ્પ્લોયમેન્ટ આઉટલુક સતત વધી રહ્યું છે. નેટ એમ્પ્લોયમેન્ટ આઉટલુકની ગણતરી ભરતી કરનારી કંપનીઓની ટકાવારીના આધારે કરવામાં આવે છે, કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના ઘડી રહેલા એમ્પ્લોયરની સંખ્યામાં ઘટાડો થયો છે.

આશરે 3150 એમ્પ્લોયર્સ વચ્ચે યોજાયેલા સર્વે અનુસાર, ભારતનો નેટ એમ્પ્લોયમેન્ટ આઉટલુક 37 ટકા વધ્યો છે, જે વિશ્વભરમાં સૌથી વધુ છે. કોસ્ટા રિકાનો 36 ટકા, અને અમેરિકાનો નેટ એમ્પ્લોયમેન્ટ આઉટલુક 34 ટકા સાથે ત્રીજા સ્થાને છે. આ સર્વે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં હાથ ધરાયો હતો. જેમાં ભારતનો એમ્પ્લોયમેન્ટ આઉટલુક સપ્ટેમ્બર ત્રિમાસિકની તુલનાએ વધ્યો છે.

ત્રીજા ત્રિમાસિકથી ભરતીમાં વધારો

રિપોર્ટ અનુસાર, 2024ના ચોથા ત્રિમાસિકમાં રોજગારનો અંદાજ ત્રીજા ત્રિમાસિકની સરખામણીમાં 7 ટકા વધ્યો છે અને ગયા વર્ષની સરખામણીમાં સ્થિર છે. મેનપાવરગ્રુપના જણાવ્યા અનુસાર, એમ્પ્લોયર્સની ભાવનાઓ ભારતની સકારાત્મક આર્થિક સ્થિતિનો સંકેત આપે છે, જેનું કારણ નિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને આભારી છે. સર્વે અનુસાર તમામ સેક્ટરમાં હાયરિંગ ગ્રોથ જોવા મળી રહ્યો છે. પરંતુ સૌથી મજબૂત આઉટલૂક નાણાકીય અને રિયલ એસ્ટેટ સેક્ટર માટે છે, જ્યાં હાયરિંગ આઉટલૂક 47 ટકા છે. ત્યારબાદ ITમાં 46 ટકા, ઇન્ડસ્ટ્રી અને મટિરિયલ્સમાં 36 ટકા અને કન્ઝ્યુમર ગુડ્સ અને સર્વિસમાં 35 ટકા છે.

આ પણ વાંચોઃલગ્ન એક દિવસ પણ ન ચાલ્યાં, ઉપરથી 50 લાખ આપવા પડ્યા, દહેજના કેસમાં સુપ્રીમ પણ ચોંકી

ઉત્તર ભારતમાં રોજગારીની તકો વધી

ઉત્તર ભારતમાં નોકરીની માંગ સૌથી વધુ છે. જ્યાં રોજગારી અંદાજે 41 ટકા વધી શકે છે, જ્યારે પશ્ચિમ ભારતમાં આ અંદાજ 39 ટકા છે. ભારત તેના ઉચ્ચ સ્થાનિક વપરાશ, સરકારી યોજનાઓ, આઉટસોર્સિંગ સેવાઓની વધતી માંગ અને મેન્યુફેક્ચરિંગમાં તેજી પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સિંગાપોર, ચીનમાં પણ રોજગારી વધી

જો આપણે એશિયા-પેસિફિક ક્ષેત્ર વિશે વાત કરીએ, તો અહીં મેનેજર્સની ભરતીનો અંદાજ 27 ટકા છે, જે છેલ્લા ત્રિમાસિક કરતાં 4 ટકા વધુ છે. પરંતુ ગયા વર્ષની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારત, સિંગાપોર અને ચીન આ ક્ષેત્રમાં સૌથી મજબૂત રોજગાર આઉટલૂકની જાણ કરી રહ્યા છે. આ સર્વે જુલાઈમાં કરવામાં આવ્યો હતો અને 42 દેશોના 40 હજાર 340 એમ્પ્લોયર પાસેથી ચોથા ત્રિમાસિકની ભરતી અંગે માહિતી માંગવામાં આવી હતી.


ભારતમાં રોજગારીની તકો વધવાની શક્યતા, આ સેક્ટરમાં ભરતીનું પ્રમાણ વધશેઃરિપોર્ટ 2 - image


Google NewsGoogle News