નવું ઇન્કમટેક્સ બિલ સંસદમાં રજૂ : સિલેક્ટ કમિટીને મોકલાયું
અમદાવાદ : નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં ઇન્કમટેક્સ બિલ ૨૦૨૫ રજૂ કર્યું છે. તેની સાથે જ સ્પીકર ઓમ બિરલાને ગૃહની સિલેક્ટ કમિટીને નવા કાયદા માટેનો ખરડો મોકલી આપવા વિનંતી કરી છે. જોકે આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિરોધ પક્ષના નેતાઓએ બિલનો વિરોધ કર્યો હતો, પરંતુ ત્યારબાદ મૌખિક મતદાન લેવાયું ત્યારે બિલ રજૂક કરવાની મૌખિક મંજૂરી આપી હતી. સિલેક્ટ કમિટીના સભ્યો સંસદના નવા સત્રના પહેલા જ દિવસે સૂચિત બિલ અંગેનો તેમનો અભિપ્રાય રજૂ કરી દેશે.
નવો આવકવેરા ધારો તૈયાર કરવા માટે સૂચિત પેનલની રચના કરવા પણ સ્પીકરને જણાવ્યું હતું. આ બિલને રજૂક રવાાં આવ્યું ત્યારે વિપક્ષના કેટલાક સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો. આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે તેનો વિરોધ કરતાં કોન્ગ્રેસી નેતા મનીષ તિવારીએ અને રેવોલ્યુશનરી સોશિયાલિસ્ટપાર્ટીના એન.કે. પ્રેમચંદ્રને આ ખરડામાં જૂના કાયદા કરતાં વધુ કલમો હોવાના કરેલા દાવાનો ફગાવી દીધો હતો. કોન્ગ્રેસી અને રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટીએ કાયદાની કલમની સંખ્યા અંગે કરેલો દાવો સદંતર ખોટો પુરવાર થયો છે. આવકવેરાના ૧૯૬૧ા કાયદામા ૮૧૯ કલમો છે. તેની સામે નવા કાયદામાં માત્ર ૫૩૬ કલમો જ છે.
આવકવેરાના નવા કાયદા માટેના બિલમાં યંત્રવત ફેરફારો નહિ, પરંતુ ખાસ્સા ફેરફારો કરવામાં આવ્યા હોવાનું તૃણમૂલ કોન્ગ્રેસના નેતાના દાવાનો પણ ખરડો રજૂ થતાં પ્રતિભાવ મળી ગયો છે. નવો કાયદો તૈયાર કરવા પાછળનો મૂળભૂત હેતુ કાયદાને સરળ બનાવવાનો અને કાયદાકીય ગૂંચના કારણે થતાં કોર્ટ કેસની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. નવા કાયદામાંથી ૧૨૦૦ જોગવાઈઓ અને ૯૦૦ ખુલાસાઓ કાઢી નાખવામાં આવ્યા છે. આ કાયદા સરળભાષામાં રજૂક રવામાં આવ્યા છે. ટીડીએસ અને ટીસીએસની જોગવાઈઓમાં ફેરફારક રવામાં આવ્યા છે. કાયદાની ભાષાની આંટીઘૂંટીઓને ખેડૂતોના વિવાદ ઘણાં થાય છે.