Get The App

નવી દિલ્હીમાં રેલવે સ્ટેશને નાસભાગ મામલે વિપક્ષ આક્રમક, સરકારને કર્યો સવાલ- જવાબદાર કોણ?

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
નવી દિલ્હીમાં રેલવે સ્ટેશને નાસભાગ મામલે વિપક્ષ આક્રમક, સરકારને કર્યો સવાલ- જવાબદાર કોણ? 1 - image


New Delhi Stampede | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શનિવારે મોડી રાત્રે થયેલી નાસભાગની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. X પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું, 'નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી હું દુઃખી છું.' જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. અધિકારીઓ નાસભાગથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરી રહ્યા છે. જોકે વિપક્ષે આ મામલે મોદી સરકાર સામે આકરા સવાલો ઊઠાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે નાસભાગની આ ઘટનામાં મૃતકાંક હવે 18 પર પહોંચી ગયો છે. 



કોંગ્રેસે મોદી સરકારને આડેહાથ લીધી 

આ મામલે કોંગ્રેસે ટ્વિટ કરતાં લખ્યું કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મહાકુંભમાં જઈ રહેલા ઘણા શ્રદ્ધાળુઓના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ છે. કોંગ્રેસ પરિવારની સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે. આ દુઃખની ઘડીમાં, ભગવાન શોકગ્રસ્ત પરિવારોને શક્તિ આપે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવા દે. આ સાથે કોંગ્રેસે સવાલ કર્યા કે  જો સરકારને ખબર હતી કે મહાકુંભ ચાલી રહ્યો છે, તો તે સમય દરમિયાન વધુ ટ્રેનો કેમ ન દોડાવવામાં આવી? રેલ્વે સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ વ્યવસ્થા કેમ કરવામાં આવી ન હતી? આ અકસ્માત માટે કોણ જવાબદાર છે?



સંજય સિંહે મોદી સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે સરકારને સવાલ કર્યો, 'શું અમારા જીવનનું કોઈ મહત્વ નથી?' દિલ્હી રેલ્વે સ્ટેશન પર ગેરવહીવટને કારણે નાસભાગમાં ઘણા લોકોના મોત થયા. શું આ મૃત્યુ માટે કોઈ જવાબદાર હશે? જો તમે મહાકુંભમાં મૃત્યુ પામો છો, તો એવું કહેવાય છે કે તમને મોક્ષ પ્રાપ્ત થયો છે. હવે સરકાર પૂછશે કે તમને સ્ટેશન પર આવવાનું કોણે કહ્યું હતું? વ્યક્તિ જીવે કે મરે, સરકારની છબિ જ બચાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. 



આતિશીએ તાક્યું નિશાન

આતિશીએ X પર લખ્યું, 'મહાકુંભ માટે જતા ભક્તો સાથે આવી ઘટના અત્યંત દુઃખદ છે. કેન્દ્ર સરકાર કે યુપી સરકારને લોકોની સલામતીની ચિંતા નથી. પ્રયાગરાજમાં કોઈ વ્યવસ્થા નથી, કે દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે કોઈ નક્કર ટ્રાફિક વ્યવસ્થા નથી. હું રેલ્વે વિભાગને વિનંતી કરું છું કે તેઓ શક્ય તેટલી વહેલી તકે લોકોને મદદ કરે.

રાજદ નેતા પણ ભડક્યા 

આરજેડી નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું, 'નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અરાજકતા અને નાસભાગને કારણે થયેલા અકાળે મૃત્યુથી હું દુઃખી છું. આટલા સરકારી સાધનો હોવા છતાં પણ નાસભાગમાં ભક્તોના મોત થઈ રહ્યા છે અને ડબલ એન્જિન સરકાર આ કમનસીબ ઘટનાઓને ઢાંકીને પીઆર કરવામાં વ્યસ્ત છે. સામાન્ય લોકો અને શ્રદ્ધાળુઓને બદલે સરકારનું ધ્યાન મીડિયા મેનેજમેન્ટ, વીઆઈપી લોકોની સુવિધા અને તેમની વ્યવસ્થાઓ સુધી જ સીમિત છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માને શાંતિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય. ઓમ શાંતિ ઓમ.'



નવી દિલ્હીમાં રેલવે સ્ટેશને નાસભાગ મામલે વિપક્ષ આક્રમક, સરકારને કર્યો સવાલ- જવાબદાર કોણ? 2 - image





Google NewsGoogle News