નવી દિલ્હી રેલવે સ્ટેશન દુર્ઘટના મામલે વળતરનું એલાન, મૃતકોના પરિજનને 10 લાખ ચૂકવશે સરકાર
New Delhi Stampede | શનિવારે મોડી રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મહાકુંભમાં જવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે એક મોટો અકસ્માત થયો. હજારો લોકો પ્લેટફોર્મ નંબર 14 અને 16 પર પહોંચ્યા હતા. આ કારણે નાસભાગ થઇ જતાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા. મૃતકાંક વધીને 18 પર પહોંચી ગયો છે.
Deeply saddened by the unfortunate stampede that occurred at New Delhi Railway Station. My prayers are with all those who have lost their loved ones. The entire team is working to assist all those who have been affected by this tragic incident.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 15, 2025
સરકાર દ્વારા વળતરની જાહેરાત...
હવે આ મામલે સરકારે નાસભાગ પીડિતોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. અકસ્માતમાં પરિવારના સભ્યો ગુમાવનારાઓને 10 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જ્યારે સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. વળતરની રકમનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
રેલવે મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
આ ઘટના પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર લખ્યું, 'નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી દુર્ભાગ્યપૂર્ણ નાસભાગથી હું ખૂબ જ દુઃખી છું.' જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. આખી ટીમ આ દુ:ખદ ઘટનાથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.