Get The App

ચૂંટણી પહેલા જ કોંગ્રેસને જોરદાર ઝટકો, 3 વખતના ધારાસભ્ય પંજાનો સાથ છોડી AAPમાં જોડાયા

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
ચૂંટણી પહેલા જ કોંગ્રેસને જોરદાર ઝટકો, 3 વખતના ધારાસભ્ય પંજાનો સાથ છોડી AAPમાં જોડાયા 1 - image


Delhi Election 2024: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલાં જ કોંગ્રેસને ફરી એકવાર મોટા ઝટકો લાગ્યો છે. ત્રણ વખતના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા વીર સિંહ ધિંગાણે પંજાનો સાથ છોડી આમ આદમી પાર્ટીની ઝાડૂ પકડી લીધી છે. 

આ પણ વાંચો : મહારાષ્ટ્રની ચૂંટણીમાં શેરડીની ખેતી નડશે, 15 લાખથી વધુ ખેતમજૂરો મતદાનથી વંચિત રહે તેવી શક્યતા

સીમાપુર બેઠકના નેતાઓની અદલા-બદલી થઇ! 

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વીર સિંહને પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી હતી. વીર સિંહ સીમાપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આ બેઠકથી આપના ધારાસભ્ય રહી ચૂકેલા રાજેન્દ્ર પાલ ગૌતમ થોડા સમય પહેલા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.


આ પણ વાંચો : ‘હા, અદાણીના ઘરે અમિત શાહને મળ્યો હતો’, શરદ પવારની કબૂલાતથી રાજકીય ગરમાવો

પૂર્વ સીએમએ કહ્યું કે ધિંગાણે સીમાપુરી વિસ્તારમાં ઘણું કામ કર્યું અને આજે અમે સીમાપુરીના ભાવિ ધારાસભ્યને AAPમાં સામેલ કરી રહ્યા છીએ. આજે સમગ્ર દિલ્હીના લોકો AAP સાથે ઉભા છે અને અન્ય પક્ષોના સારા નેતાઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે. આ જણાવે છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જંગી બહુમતી સાથે જીતશે. 


Google NewsGoogle News