ED સંજય સિંહને આજે કોર્ટ સમક્ષ રજૂ કરશે, માગશે રિમાંડ, ભાજપના હેડક્વાર્ટર સામે કરશે દેખાવ

ઉલ્લેખનીય છે કે સત્યૈન્દ્ર જૈન, મનીષ સિસોદિયા બાદ સંજય સિંહ ત્રીજા નેતા છે જેમની ધરપકડ કરાઈ

કેજરીવાલે કહ્યું - અમારી પાર્ટી ઈમાનદાર, ઈમાનદારીનો માર્ગ કપરો જ હોય છે

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
ED સંજય સિંહને આજે કોર્ટ સમક્ષ રજૂ કરશે, માગશે રિમાંડ, ભાજપના હેડક્વાર્ટર સામે કરશે દેખાવ 1 - image

દિલ્હી લિકર પોલિસી કેસ (Delhi liquor Policy Case )માં ઈડીએ (ED) સંજય સિંહ (AAP MP Sanjay singh) ની 11 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી લીધી હતી. સંજય સિંહના રિમાંડ મેળવવા ઈડી આજે તેમને રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કરશે. જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીએ ભાજપને ઘેરવાની તૈયારી કરી લીધી છે અને ભાજપના મુખ્યમથક સામે જ દેખાવો કરવામાં આવી શકે છે. 

ઈડીએ સવાલોની લાંબી યાદી બનાવી 

ઈડીએ કહ્યું કે એક્સાઈઝ મામલે સવાલોની એક લાંબી યાદી બનાવાઈ છે. આ તમામ જવાબો સંજય સિંહથી મેળવવાના છે. આજે તેમને કોર્ટમાં રજૂ કરાશે અને રિમાંડની માગ કરાશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી એક્સાઈઝ પોલિસી 2021-22ના કેસમાં જ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી લેવામાં આવી હતી હજુ પણ તે જેલમાં કેદ છે. 

1000 જગ્યાએ દરોડા પાડ્યા પણ કંઈ ના મળ્યું : કેજરીવાલ 

બીજી બાજુ સંજય સિંહની ધરપકડ બાદ દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) કેન્દ્ર સરકાર સામે લાલઘુમ થયા હતા અને કહ્યું હતું કે તમે લોકોએ 1000થી વધુ જગ્યાએ દરોડાની કાર્યવાહી કરી લીધી છતાં તમારા હાથ હજુ ખાલી છે. આવી કાર્યવાહી તમારી હતાશા દર્શાવે છે. અમે બેઈમાન નથી. ઈમાનદારીનો માર્ગ જ કઠીન હોય છે. 

ED સંજય સિંહને આજે કોર્ટ સમક્ષ રજૂ કરશે, માગશે રિમાંડ, ભાજપના હેડક્વાર્ટર સામે કરશે દેખાવ 2 - image



Google NewsGoogle News