પ્રદૂષણના કારણે દિલ્હીમાં ગંભીર સ્થિતિ, AQI 454 નોંધાયું, રાજધાનીમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ
અગાઉ ગ્રેપના ત્રણ તબક્કા લાગુ કરાયા હતા
દિલ્હીમાં નિર્માણકાર્યો ઉપર પર બેન મૂકાયો હતો
Delhi Pollution | દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. હવા પ્રદૂષણનું મેનેજમેન્ટ કરતાં કમીશન (CAQM) એ દિલ્હી-એનસીઆરમાં હવા પ્રદૂષણને ઘટાડવા માટે ગ્રેપનો ચોથો તબક્કો (GRAP 4) લાગુ કરી દીધો છે.
ચોથા તબક્કાના પ્રતિબંધ લાગુ
માહિતી અનુસાર ગ્રેપ 4 પદ્ધતિ લાગુ થતાંની સાથે જ નવા પ્રતિબંધો ઉમેરાયા છે. અગાઉ પ્રથમ, બીજો અને ત્રીજો તબક્કો લાગુ કરાયો હતો. ચોથા તબક્કા હેઠળ નવા પ્રતિબંધો ઉમેરાયા છે જેમાં દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર બેન મૂકી દેવામાં આવ્યો છે. અગાઉ બાંધકામના નિર્માણકાર્યો પર બેન મૂકાયો હતો.