Get The App

ધોરણ 12ના વિદ્યાર્થીએ દિલ્હીની સ્કૂલોમાં બોમ્બથી અફવા ફેલાવી હતી, પોલીસે કરી અટકાયત

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
Delhi  School Bomb Threat


School Boy Detained For Delhi Bomb Threat: દિલ્હીના દક્ષિણ જિલ્લામાં 23 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો એક સગીર નીકળ્યો છે. ધોરણ 12માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ ઈમેઈલ મારફતે આ તમામ સ્કૂલને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે તેની અટકાયત કરી લીધી છે.

પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, ધો. 12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતું ષડયંત્ર રચ્યું હતું. આ વિદ્યાર્થીએ પોતે જ સ્વીકાર્યું છે કે, તેણે જ શાળાઓને ધમકીભર્યા ઈમેઈલ મોકલ્યા હતા. પોલીસે થોડા સમય પહેલાં જ શોધી કાઢ્યું હતું કે, દિલ્હીની ઓછામાં ઓછી ત્રણ શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતાં ઈમેઈલ તેના જ વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવ્યા હતાં.

પરીક્ષા સ્થગિત કરવા રચ્યું ષડયંત્ર

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના અધિકારીએ જણાવ્યું હતું કે, એક જ શાળામાં અભ્યાસ કરતાં બે ભાઈઓએ પરીક્ષા સ્થગિત કરાવવા પોતાની જ સ્કૂલના ઈમેઈલ પર બોમ્બની ધમકી આપી હતી. કાઉન્સિલિંગમાં તેઓએ સ્વીકાર્યું કે, શાળાઓને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળી રહી હોવાના સમાચારો વાંચ્યા બાદ તેમને આ વિચાર આવ્યો હતો.  પોલીસે તેમને ચીમકી આપી છોડી મૂક્યા હતા. 

દિલ્હીની 44 શાળાઓને મળી હતી ધમકી

ગતવર્ષે દિલ્હીની લગભગ 44 સ્કૂલને બોમ્બની ધમકી મળી હતી. જેમાં ઘણી સ્કૂલ પાસે એક લાખ ડોલરની ખંડણીની માગ તેમજ ખંડણીની રકમ  ન આપવા બદલ 72 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી.

ધોરણ 12ના વિદ્યાર્થીએ દિલ્હીની સ્કૂલોમાં બોમ્બથી અફવા ફેલાવી હતી, પોલીસે કરી અટકાયત 2 - image


Google NewsGoogle News