Get The App

નેમપ્લેટ બાદ નવો વિવાદ, કાંવડિયાઓને ન દેખાય એટલે મસ્જિદ-દરગાહને પડદાં વડે ઢાંકવાનો પ્રયાસ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
નેમપ્લેટ બાદ નવો વિવાદ, કાંવડિયાઓને ન દેખાય એટલે મસ્જિદ-દરગાહને પડદાં વડે ઢાંકવાનો પ્રયાસ 1 - image


Image: X

New Controversy in Kanwar Yatra: કાવડિયાઓ માટે ભોજનની દુકાનો પર નેમપ્લેટ લગાવવાની બબાલ વચ્ચે હવે એક નવો વિવાદ ઊભો થઈ ગયો છે. હરિદ્વારમાં કાવડ યાત્રા માર્ગ પર દરગાહ-મસ્જિદને ઢાંકવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર દરગાહ-મસ્જિદોને ઢાંકવા માટે આ તમામની ઉપર સફેદ રંગના પડદાં લગાવી દેવાયા હતાં જેથી લોકોની નજર તેની પર ના પડે. જોકે ઘણા લોકોએ વાંધો વ્યક્ત કર્યાં બાદ હવે આ પડદાંને હટાવી દેવામાં આવ્યા છે. પડદાંને જ્વાલાપુર વિસ્તારમાં સ્થિત મસ્જિદો અને દરગાહની સામે વાંસ પર લટકાવી દેવાયા હતાં. જ્વાલાપુર પોલીસનું કહેવું છે કે પોલીસે કોઈ પડદાં લગાવ્યાં નથી કે હટાવ્યાં પણ નથી.

હરિદ્વારની અંદર થઈને પગપાળા કાવડિયાંઓ રવાના થઈ રહ્યાં છે. સિંહદ્વારથી રામનગર, આર્યનગર, ઊંચા પુલથી થતાં કાંવડિયાંઓની જનમેદની નક્કી સ્થાન માટે રવાના થઈ રહી છે. જણાવાઈ રહ્યું છે કે રામનગર નજીક વિસ્તારમાં એક ધર્મસ્થળને ઢાંકી દેવાયુ હતું. શુક્રવારે ધર્મસ્થળને ઢાંકવાને લઈને વિવાદની સ્થિતિ પેદા થવા લાગી જે બાદ ધર્મસ્થળની બહાર લાગેલા પડદાંને બપોરે હટાવી દેવાયા. કહેવાઈ રહ્યું છે કે કોઈ પ્રકારનો કોઈ વિવાદ પેદા ન થઈ શકે, તેથી આ પડદાં લગાવવામાં આવ્યા હતાં. 

કોણે પડદાં લગાવ્યા કોઈને ખબર નથી

ધર્મસ્થળ પર પડદાં લગાવવાનો મામલો સોશિયલ મીડિયા પર ચાલ્યો તો તેને હટાવી દેવાયા. કોણે પડદાં લગાવ્યા અને કોણે હટાવ્યા તેને લઈને અધિકારી વાત કરવાથી બચી રહ્યાં છે. અધિકારીઓએ દાવો કર્યો કે તેમને જાણકારી નથી કે પડદો કોણે લગાવ્યો અને કોણે હટાવડાવ્યો.

મંત્રી સતપાલે પડદાં લગાવવા અંગે જવાબ આપ્યો

વિજય દિવસના કાર્યક્રમમાં પહોંચેલા કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ સાથે જ્યારે મીડિયાએ ધર્મસ્થળ પર પડદાં લગાવવાની વાત પૂછી તો તેમણે તેના જવાબમાં કહ્યું કે તેમાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે તેનો હેતુ એ જ છે કે કોઈ ભડકે નહીં, કોઈ રોષે ન ભરાય. કાવડ યાત્રા શાંતિપૂર્વક ચાલે. તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે જ્યારે ક્યાંક નિર્માણ થાય છે તો તેને પણ ઢાંકી દેવામાં આવે છે.

કોંગ્રેસે શું કહ્યું?

કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી નઈમ કુરેશીએ કહ્યું, અમે પોતાના જીવનમાં આવું ક્યારેય જોયું નથી. તેમણે કહ્યું, 'અમે મુસ્લિમ હંમેશા કાવડ મેળામાં શિવભક્તોનું સ્વાગત કરીએ છીએ અને વિભિન્ન સ્થળો પર તેમના માટે ખાણી-પીણીની વ્યવસ્થા કરીએ છીએ. આ હરિદ્વારમાં હિંદુઓ અને મુસ્લિમોની વચ્ચે સદ્ભાવનાનું એક ઉદાહરણ રહ્યું છે અને પડદાંની પરંપરા ક્યારેય રહી નથી.' કુરૈશીએ કહ્યું કે કાવડ મેળો શરૂ થયા પહેલા તંત્રએ એક બેઠક કરી હતી અને હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયોના સભ્યોને એસપીઓ બનાવવામાં આવ્યા હતાં.

કોઈની સાથે વાત કર્યાં વિના પડદાં લગાવાયા

દરગાહના એક કેરટેકરે કહ્યું કે કોઈએ પણ સારસંભાળ કરનારને દરગાહ-મસ્જિદને કવર કરવા વિશે વાત કરી નથી. અહમદે કહ્યું કે કાવડિયાંઓ આરામ કરવા માટે મસ્જિદો અને દરગાહની બહાર વૃક્ષોના છાયામાં રોકાય છે. આ પહેલી વખત છે કે આવું પગલું ઉઠાવવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ રાવ આફાક અલીએ કહ્યું કે મસ્જિદો અને દરગાહને ઢાંકવાનો તંત્રનો નિર્ણય ચોંકાવનારો છે.


Google NewsGoogle News