788 એર એમ્બ્યુલન્સ ખરીદવા એક અબજ ડૉલરનો કરાર, દેશના તમામ જિલ્લાને મળશે સુવિધા, જાણો ક્યારથી થશે શરૂ
India Air Ambulance Services : દેશના તમામ જિલ્લાના નાગરિકોને ‘ઈમરજન્સી’ આરોગ્ય સુવિધા પુરી પાડવા માટે આરોગ્ય ક્ષેત્રે એક મોડી ડીલ કરવામાં આવી છે. મળતા અહેવાલો મુજબ 788 એર એમ્બ્યુલન્સ ખરીદવા માટે એક અબજ ડોલર (લગભગ 86 અબજ રૂપિયા)થી વધુની ડીલ કરવામાં આવી છે. IIT મદ્રાસ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ આ એર એમ્બ્યુલન્સ સપ્લાય કરશે, જેને દેશના તમામ જિલ્લાઓમાં તહેનાત કરવામાં આવશે.
બેટરીથી ચાલશે એર એમ્બ્યુલન્સ
આ 788 એર એમ્બ્યુલન્સ ભારતની અગ્રણી એર એમ્બ્યુલન્સ કંપની ICATT ને આપવામાં આવશે. ત્યારબાદ આ એર એમ્બ્યુલન્સ દેશના દરેક જિલ્લામાં તૈનાત કરવામાં આવશે. એર એમ્બ્યુલન્સ સેવા પ્રદાતા ICATT ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ (eVTOL) તેને તહેનાત કરશે, જેનાથી પ્રદૂષણ પણ થશે નહીં. EVTOL એ બેટરી સંચાલિત એરક્રાફ્ટ છે જે ખૂબ જ ઊંચાઈએથી ટેકઓફ અને લેન્ડ કરી શકે છે.
આ પણ વાંચો : આગામી સમયમાં કંઈક મોટું થવાનું છે: વિદેશમંત્રી જયશંકરની ભવિષ્યવાણી, કોને આપ્યો મેસેજ?
એર એમ્બ્યુલન્સ સેવા 2026 સુધીમાં શરૂ થશે
ઈ-પ્લેન કંપનીનો ઉદ્દેશ્ય 2026ના છેલ્લા ત્રિમાસિક ગાળા સુધીમાં એર એમ્બ્યુલન્સ સેવાનું સંચાલન શરૂ કરવાનો છે. કંપનીની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 100 યુનિટ હશે. IIT મદ્રાસના પ્રોફેસર અને ઈ-પ્લેનના સ્થાપક સત્ય ચક્રવર્તી એર એમ્બ્યુલન્સ સંબંધિત વિવિધ જરૂરિયાતો માટે 10 કરોડ ડૉલર (આશરે રૂ. 860 કરોડ)ની રકમ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કંપનીએ રોકાણકારો પાસેથી 2 કરોડ ડૉલર એકત્ર કર્યા છે.
એર એમ્બ્યુલન્સથી ગંભીર દર્દીઓને તાત્કાલીક સારવાર મળી શકશે
દેશભરના અનેક શહેરોમાં દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યામાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે નાગરિકોની આરોગ્ય સુવિધા માટે એર એમ્બ્યુલન્સ ખૂબ જ જરૂરી છે. આ સુવિધ શરૂ થતા જ દેશના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ સર્જાશે અને દેશના નાગરિકો પણ ઈમરજન્સી સમયે આ સુવિધાનો સરળતાથી લાભ લઈ શકશે. એર એમ્બ્યુલન્સના કારણે ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળી શકશે.
આ પણ વાંચો : શું ટ્રમ્પને મનાવી લેશે ભારત? ટેરિફ અંગે સીતારમણની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું