Get The App

ધાર્મિક મેળાવડાઓમાં ભાગ લેનારા વેક્સિનેટેડ હોય તે સુનિશ્રિત કરવા રાજ્યોને તાકીદ

ધાર્મિક મેળાવડાઓમાં ભાગ લેનારા વેક્સિનેટેડ હોય તે સુનિશ્રિત કરવા રાજ્યોને તાકીદ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને લખેલો પત્ર

Updated: Jun 28th, 2022


Google NewsGoogle News


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૮ધાર્મિક મેળાવડાઓમાં ભાગ લેનારા વેક્સિનેટેડ હોય તે સુનિશ્રિત કરવા રાજ્યોને તાકીદ 1 - image

ેકોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે તે તમામ પ્રકારના સામૂહિક મેળાવડાઓમાં ભાગ લેનારા લોકો વેક્સિનેટેડ હોય તે સુનિશ્ચિત કરવામાં આવે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું છે કે આગામી મહિનાઓમાં વિવિધ તહેવારો અને યાત્રાઓ આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર સુનિશ્ચિત કરે આવા ધાર્મિક અને સામાજિક મેળાવડાઓમાં ભાગ લેનારાઓ લોકો વેક્સિનેટેડ હોય.

ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા ૩૦ જૂને શરૃ થઇ રહી છે અને રથયાત્રા એક જુલાઇએ યોજાનારી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે ટેસ્ટિંગનું પ્રમાણ વધારવા માટે વહીવટી તંત્રે પગલાં લેવા જોઇએ.

આ દરમિયાન દેશમાં કોરોનાના નવા ૧૧,૭૯૩ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૪,૧૮,૮૩૯ થઇ ગઇ છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૯૬,૭૦૦ થઇ ગઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭ લોકોનાં મોત નોંધાતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૫,૦૪૭૮ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૨૨૮૦નો વધારો થયો છે. દૈનિક પોઝિટીવ રેટ ૨.૪૯ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૩.૩૬ ટકા નોંધવામાં આવ્યો છે.

 

રાષ્ટ્રવ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૯૭.૩૧ કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૨૭ મોત પૈકી કેરળમાં ૧૩ં , મહારાષ્ટ્રમાં પાંચ, દિલ્હીમાં ત્રણ, પંજાબમાં ત્રણ, મધ્યપ્રદેશ, મિઝોરમ અને ઉત્તરાખંડમાં એક-એક મોત નોંધવામાં આવ્યા છે.


Google NewsGoogle News