Get The App

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સંપત્તિ વિશે જાણી ચોંકી જશો! આર્થિક સુધારામાં તેમનો ફાળો યાદગાર

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સંપત્તિ વિશે જાણી ચોંકી જશો! આર્થિક સુધારામાં તેમનો ફાળો યાદગાર 1 - image


Former PM Manmohan Singh: ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગઈકાલ રાત્રે નિધન થયું છે. દેશમાં મોટા આર્થિક સુધારાઓના નાયક અને આધુનિક અર્થતંત્રના ઘડવૈયા તરીકે ઓળખાતા મનમોહન સિંહે 1991માં તત્કાલિન પીએમ પી.વી. નરસિમ્હા રાવની નેતૃત્વ હેઠળની સરકારમાં નાણામંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી.

પંજાબ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં માસ્ટર્સ ડિગ્રી અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ હાંસલ કરનારા મનમોહન સિંહે રાજકારણમાં 1971થી મહત્ત્વની જવાબદારી સંભાળી હતી. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સરકારમાં વિદેશ વેપાર મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે પદ સંભાળ્યું હતું. ત્યારબાદ નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર પદે નિમણૂક થઈ હતી. આ પદ પર 1976 સુધી રહ્યા હતા.

આ પણ વાંચોઃ LIVE : પૂર્વ દિગ્ગજ PM મનમોહન સિંહને ભારત રત્નથી સન્માનિત કરવાની માગ ઊઠી, AAPનો ટેકો

1976થી 1980 દરમિયાન આરબીઆઇના ડિરેક્ટર્સ સહિત અનેક મહત્ત્વના પદો પર ફરજ બજાવી હતી. 1982માં તેઓ આરબીઆઇ ગવર્નર પણ બન્યા હતા. 1991માં રાવ સરકારમાં નાણા મંત્રી બન્યા હતા. ઉલ્લેખનીય છે, ત્રણ વખત નાણાં મંત્રી રહી ચૂકેલા મનમોહન સિંહ કોઈપણ સદનના સભ્ય ન હતા. ઑક્ટોબર, 1991માં પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યા હતા. ત્યારબાદ પાંચ વખત અસમમાંથી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા.

સંપત્તિ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્યસભા ચૂંટણી સમયે રજૂ કરેલા સોંગદનામા અનુસાર, તેમની કુલ સંપત્તિ રૂ. 15.77 કરોડ હતી. જેમાં રૂ. 30 હજાર રોકડ, 32.86 લાખ રૂપિયાની જ્વેલરી હતી. ચંદીગઢ અને દિલ્હીમાં માલિકીના ઍપાર્ટમેન્ટ ધરાવતા હતા. 2012માં તેમની કુલ સંપત્તિ રૂ. 10.73 કરોડ બતાવવામાં આવી હતી. જેમાં ચંદીગઢ અને દિલ્હીના ફ્લેટની કિંમત રૂ. 7.27 કરોડ હતી. બૅન્ક અને રોકાણ રૂ. 3.46 કરોડના હતા. 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સંપત્તિ વિશે જાણી ચોંકી જશો! આર્થિક સુધારામાં તેમનો ફાળો યાદગાર 2 - image


Google NewsGoogle News