Get The App

હું પ્રચાર નહીં કરું...: પત્ર લખ્યાં બાદ નેહરુએ તોડવો પડ્યો હતો વાયદો, જાણો લોકસભા ચૂંટણીનો રસપ્રદ કિસ્સો

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
હું પ્રચાર નહીં કરું...: પત્ર લખ્યાં બાદ નેહરુએ તોડવો પડ્યો હતો વાયદો, જાણો લોકસભા ચૂંટણીનો રસપ્રદ કિસ્સો 1 - image


Nehru had to break his pledge because of Lohia: સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને પણ તેમના સમયમાં રાજકીય પ્રતિદ્વંદિતાનો સામનો કરવો પડ્યો હતો. આઝાદીના 15 વર્ષ બાદ પણ નેહરુની સામે એક પાર્ટીએ દિગ્ગજ સ્વતંત્ર સેનાનીને ટિકીટ આપતા ભારે ચર્ચા ઊભી થઈ હતી. અહીં વાત થઈ રહી છે 1962ની લોકસભા ચૂંટણીની. આ ઈલેક્શનમાં જવાહર લાલ નેહરુની સામે સોશિયલિસ્ટ પાર્ટીની યુપી કમિટીએ ડો. રામ મનોહર લોહિયાને ફૂલપુરથી તત્કાલિન વડાપ્રધાન નેહરુ સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. નેહરુની સામે ચૂંટણી સમરાંગણમાં ઉતરવું એક સ્યુસાઈડ સમાન જ હતું. ડો. લોહિયા રોડ માર્ગે લખનઉથી પ્રયાગરાજ આવતી વખતે કુંડાના PWD ડાક બંગલૉમાં રોકાયા હતા.

લોહિયાએ નેહરુને લખ્યો હતો પત્ર

જનેશ્વર મિશ્રાના નજીકના ગણાતા રાજકીય વિશ્લેષક શિવ પ્રસાદ મિશ્રએ જણાવ્યું હતું કે, ‘ડો. લોહિયાએ ડાક બંગલામાંથી પંડિત નેહરુને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે, આદરણીય નેહરુજી મને ઉત્તર પ્રદેશની સોશિયાલિસ્ટ પાર્ટીએ ફૂલપુરથી તમારી સામે ચૂંટણી લડવાનો આદેશ આપ્યો છે અને હું લડવા પણ માંગુ છું. હું તેનું પરિણામ પણ જાણું છું કે, શું થશે. પરંતુ હું એટલું જરૂર કહી શકું કે, તમારા વિશાળ વ્યક્તિત્વ સામેની સંભવિત હારની ખબર હોવા છતાં પહાડ સામે ટકરાવવા અને તિરાડ પાડવા પ્રયાસ કરીશ. અને અંતે થયું પણ કંઈક એવું જ.’

નેહરુએ આપ્યું હતું વચન

ડો. લોહિયાનો પત્ર જ્યારે વડા પ્રધાન જવાહર લાલ નેહરુને મળ્યો ત્યારે તેમણે જવાબમાં લખ્યું હતું કે, ‘પ્રિય રામ મનોહર તમારો પત્ર મળ્યો મને ખુશી થઈ કે તમને મારી સામે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હું તમને વચન આપું છું કે એકવાર હું આ ચૂંટણીમાં એક વાર ઉમેદવારી નોંધાવ્યા બાદ બીજી વખત ફૂલપુરમાં નહીં આવીશ ત્યાં પ્રચાર નહીં કરીશ. હું દેશના અન્ય વિસ્તારોમાં પ્રચાર કરીશ.’

નહેરુની ડિપોઝીટ જપ્ત થઈ 

પરંતુ આ ચૂંટણીમાં ડો. લોહિયાની સક્રિયતાના કારણે પંડિત નેહરુના પત્રમાં લખાયેલ વચનનો ભંગ થયો અને તેમને પ્રચાર માટે ફૂલપુર આવવું પડ્યું હતું. જો કે ડો. લોહિયા એ ચૂંટણી બહુ મોટા માર્જિનથી હારી ગયા હતા પરંતુ એ પણ સાચું છે કે ડો. લોહિયા ફૂલપુરના 35 મતદાન મથકો પર જીત્યા હતા અને નહેરુની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. તે ચૂંટણીમાં કુલ 409292 મતદારો હતા જેમાંથી 201823 મતદારોએ મતદાન કર્યું હતું. 192994 મત માન્ય હતા જેમાંથી 118931 મત પંડિત નેહરુને અને 54360 મત રામ મનોહર લોહિયાને મળ્યા હતા.


Google NewsGoogle News