Get The App

નીટ-યુજીની રિટેસ્ટના રિઝલ્ટ જાહેર, રેન્કમાં બદલાવ થયો

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
નીટ-યુજીની રિટેસ્ટના રિઝલ્ટ જાહેર, રેન્કમાં બદલાવ થયો 1 - image


- નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા

- કુલ 25 લાખમાંથી 13 લાખ ઉમેદવારો લાયક, જેઓ 1.8 લાખ સીટ માટે સ્પર્ધા કરશે 

નવી દિલ્હી : નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સોમવારે નીટ-યુજી ૨૦૨૪ રિટેસ્ટના પરિણામોની જાહેરાત કરી હતી. આ રિટેસ્ટ ૧,૫૬૩ ઉમેદવારોની હાથ ધરવામાં આવી હતી. જેમાં, તેમને ૫ મેના રોજ યોજાયેલી મુખ્ય પરીક્ષા દરમિયાન સમય ગુમાવવાને કારણે શરૂઆતમાં ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતાં.

ગ્રેસ માર્કસને લઈને ઊભા થયેલા વિવાદ બાદ એન.ટી.એ. દ્વારા વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેમાં, કુલ ૮૧૩ વિદ્યાર્થીઓએ ૨૩ જૂનના રોજ સાત કેન્દ્રો પર યોજાયેલી રિટેસ્ટમાં હાજરી આપી હતી. રિટેસ્ટ બાદ તેમની જવાબવહી અને  સ્કેન કરેલી ઓએમઆર શીટ્સને ૨૮ જૂન સુધી પડકાર માટે મૂકવામાં આવ્યા હતાં. 

રિટેસ્ટનો નિર્ણય અપાયેલા ગ્રેસ માર્ક્સથી સ્કોર વધતા હોવાની ચિંતા બાદ કરવામાં આવ્યો હતો. જેમાં, એક જ કેન્દ્રના ઘણા ઉમેદવારોએ સંપૂર્ણ ૭૨૦ માકર્સ હાંસિલ કર્યા હતાં. મેડિકલ પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિઓના આક્ષેપો બાદ એનટીએ હચમચી ગયું હતું.આ વર્ષે ૨૫ માંથી ૧૩ લાખ ઉમેદવારો લાયક છે. જેઓ, ૧.૮ લાખ એમબીબીએસ-ડેન્ટલ બેઠકો માટે સ્પર્ધા કરશે.


Google NewsGoogle News