સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NEET-UG 2024નું પરિણામ ફરી જાહેર, આ રીતે ચેક કરો
NEET UG Revised Result 2024: NTA એ 18 જુલાઈના રોજ NEET કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મળેલી સૂચનાઓને અનુસરીને આજે NEET-UG 2024નું પરિણામ ફરીથી જાહેર કર્યું છે. ઉમેદવારો આ પરિણામ ઓફિશીયલ વેબસાઇટ exams.nta.ac.in/NEET ની પરથી તેમના સુધારેલા સ્કોર કાર્ડને ડાઉનલોડ કરી શકે છે.
પરિણામ આ રીતે ચેક કરો
- પરિણામ જોવા માટે, તમારે સૌથી પહેલા ઓફિશીયલ વેબસાઇટ https://exams.nta.ac.in/NEET/ પર જવાનું રહેશે
- ત્યારબાદ NEET UG 2024 Resultની લિંક પર ક્લિક કરવાનું રહેશે
- તેમાં એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર વડે લૉગિન કરો
- જેથી તમને સુધારેલ સ્કોર કાર્ડ જોવા મળી જશે
પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ વિવાદ સર્જાયો હતો
પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ થતા આ પ્રથમ વખત છે જ્યારે NEET UG કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો અને તમામ ઉમેદવારોના પરિણામો ફરીથી જાહેર કરવામાં આવ્યા. 5મી મેના રોજ લેવાયેલી NEET UG પરીક્ષાનું પરિણામ અગાઉ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 67 ટોપર્સ જાહેર કરવામાં આવ્યા હતા. જેના સંદર્ભમાં ઉમેદવારોએ પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક થવાનો આક્ષેપ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ પછી, આજે NTA એ પરીક્ષા શહેર અને કેન્દ્ર મુજબ NEET UG પરીક્ષામાં હાજર 23 લાખથી વધુ ઉમેદવારોના પરિણામો જાહેર કર્યા છે.