૨૦૨૪ નીટ(યુજી) પેપર લીક કેસના માસ્ટમાઇન્ડની ધરપકડ
નાલંદાની એક સરકારી કોલેજમાં ટેકનિકલ સહાયકના પદ પર તૈનાત સિંહ ઉર્ફે સંજીવ મુખિયા પર રૃ. ત્રણ લાખનું ઇનામ હતું
બિહાર પોલીસના આર્થિક અપરાધ યુનિટને મળેલી સફળતા
(પીટીઆઇ) પટણા,
તા. ૨૫
બિહાર પોલીસના આર્થિક અપરાધ યુનિટ (ઇઓયુ)એ નીટ(યુજી) ૨૦૨૪
પેપર લીક કેસના માસ્ટરમાઇન્ડ સંજીવકુમાર સિંહની રાજ્યની રાજધાનીમાંથી ધરપકડ કરી
લીધી છે તેમ અધિકારીઓેએ એક નિવેદનમાં જણાવ્યું છે.
નાલંદાની એક સરકારી કોલેજમાં ટેકનિકલ સહાયકના પદ પર તૈનાત
સિંહ ઉર્ફે સંજીવ મુખિયા પર ત્રણ લાખ રૃપિયાનું ઇનામ હતું.
ઇઓયુના એડિશનલ ડાયરેક્ટર જનરલ (એડીજી) નય્યર હસનેન ખાને
જણાવ્યું હતું કે ઇઓયુ અને જિલ્લા પોલીસે ગુૃરૃવાર મોડી રાતે એક એપાર્ટમેન્ટના
સંયુક્ત અભિયાનમાં મુખિયાની ધરપકડ કરી હતી.
ખાને જણાવ્યું હતું કે ચોક્કસ બાતમીને આધારે કાર્યવાહી
કરીને અધિકારીઓએ દરોડા પાડીને ધરપકડ કરી હતી. માર્ચ ૨૦૨૪માં આયોજિત બિહાર લોક સેવા
આયોગ (બીપીએસસી) શિક્ષક ભરતી પરીક્ષા
(ટીઆરઆઇ-૩)ના પેપર લીક કેસમાં પણ સંડોવણી અંગે તેની શોધખોળ ચાલુ હતી.
ઇઓયુ અને સીબીઆઇના અધિકારી સંયુક્ત રીતે મુખિયાની પૂછપરછ
કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે નીટ પેપર લીક કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખિયાની ગેંગનો બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા,. પંજાબ અને
રાજસ્થાનમાં વ્યાપક નેટવર્ક છે.
આ ગેંગ હરિયાણા પશુ ચિકિત્સક ભરતી પરીક્ષા, હરિયાણા અંગ્રેજી
શિક્ષક ભરતી પરીક્ષા અને ઉત્તર પ્રદેશમાં આયોજિત અનેક ભરતી પરીક્ષાઓના પેપર લીકમાં
સામેલ હતી.