Get The App

મોટી અપડેટ: પેન અને પેપર મોડ પર ઓફલાઇન જ લેવાશે NEET UG 2025ની પરીક્ષા, NTAની જાહેરાત

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
મોટી અપડેટ: પેન અને પેપર મોડ પર ઓફલાઇન જ લેવાશે NEET UG 2025ની પરીક્ષા, NTAની જાહેરાત 1 - image


NEET UG 2025: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ વર્ષે જેઓ NEET UG પરીક્ષા આપવાના છે તેમને આ વખતે ઓફલાઇન પેન અને પેપર મોડમાં જ પરીક્ષા આપવી પડશે. સત્તાવાર સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, 'નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નક્કી કરાયેલા નિર્ણય મુજબ, NEET (UG) 2025 એક દિવસ અને એક જ શિફ્ટમાં પેન અને પેપર મોડ(OMR આધારિત)માં લેવામાં આવશે.'

તેની અગાઉની સૂચનામાં, NTAએ NEET UG નોંધણી અને પરીક્ષા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કેટલાક મોટા ફેરફારોની જાહેરાત કરી હતી. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર, પારદર્શિતા, સુરક્ષા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: 'ભૂલ પેપર સેટરની-દંડ પરીક્ષાર્થીઓને?' હવે GPSCની પરીક્ષામાં આન્સર કી સામે વાંધા સૂચનો માટે ભરવી પડશે ફી

આ નિર્ણય નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર છે. ગયા મહિને શિક્ષણ અને આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, 'તેમને હવે એ નક્કી કરવાનું છે કે, 2025 માટે NEET-UG મેડિકલ પ્રવેશ પરીક્ષા પેન-એન્ડ-પેપર મોડમાં લેવામાં આવશે કે કોમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) મોડમાં.

આ માટે, NTAએ ઉમેદવારોને અરજી અને પરીક્ષા પ્રક્રિયા દરમિયાન તેમના APAAR ID તેમજ આધાર આધારિત પ્રમાણીકરણનો ઉપયોગ કરવા જણાવ્યું છે. વધુમાં, એજન્સી ઉમેદવારોને તેમના ધોરણ 10ની માર્કશીટ/પાસ પ્રમાણપત્ર મુજબ તેમના આધાર ઓળખપત્રો અપડેટ કરવા વિનંતી કરી રહી છે.

NTAએ એવી પણ જાહેરાત કરી હતી કે કાયદા હેઠળ સંચાલિત તમામ તબીબી સંસ્થાઓમાં ભારતીય ચિકિત્સા પ્રણાલીના BAMS, BUMS અને BSMS અભ્યાસક્રમો સહિત દરેક વિદ્યાશાખાના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એક સામાન્ય NEET (UG) હશે. રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગ હેઠળ BHMS કોર્સમાં પ્રવેશ માટે NEET (UG) પણ લાગુ થશે.

આ પણ વાંચો: પરીક્ષા પે ચર્ચા..કાર્યક્રમ માટે શહેરની સ્કૂલોને 100 ટકા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશનનો ટાર્ગેટ


Google NewsGoogle News