Get The App

NEET UG પેપર લીક કૌભાંડ? સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓ લાલઘૂમ, પેપર રદ કરવાની ઉગ્ર માંગ

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
NEET UG પેપર લીક કૌભાંડ? સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓ લાલઘૂમ, પેપર રદ કરવાની ઉગ્ર માંગ 1 - image


Allegations on NEET UG 2024: મેડિકલ કોલેજમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET જેવી અઘરી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં મેડિસીનનો અભ્યાસ કરવા ઇચ્છતા ઉમેદવારો આ પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થવાનું સપનું જોતા હોય છે. જેના માટે તેઓ દિવસ રાત મહેનત કરતા હોય છે. પરંતુ આ વર્ષે NEETનું પરિણામ જાહેર થયા પછી, ઉમેદવારો નારાજ દેખાય છે. 

ટ્વિટર પર ઉમેદવારોનો વિરોધ 

વિદ્યાર્થીઓ માને છે કે આ વર્ષે NEET પરીક્ષામાં ગેરરીતિઓ થઈ છે. આથી ઉમેદવારો ટ્વિટર પર #Neet_paper_Cancel_Karo હેશટેગ સાથે સતત ટ્વિટ કરી રહ્યા છે. 

પરીક્ષામાં ક્યારેય આટલા વધુ ઉમેદવારોને પૂરા માર્ક્સ મળ્યા નથી 

NEET પરિણામ જાહેર થયા બાદ જ આ પરીક્ષા અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવામાં ઉમેદવારો સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલી અઘરી પરીક્ષામાં 67 વિદ્યાર્થીઓ પૂરા માર્ક્સ કેવી રીતે મેળવી શકે છે! જ્યારે આવું પહેલા ક્યારેય બન્યું નથી. 

પેપર લીક થયું હોવા છતાં પણ પરીક્ષા લેવામાં આવી હતી 

આ ઉપરાંત, હરિયાણાના એક જ કેન્દ્રમાંથી 8 ઉમેદવારોએ 720 માંથી 720 માર્ક્સ મેળવ્યા છે. મુખ્ય કારણ એ પણ છે કે પરીક્ષા દરમિયાન પટનામાં નકલી ઉમેદવારોની ધરપકડ બાદ પેપર લીક થવાની માંગ ઉઠી હતી, પરંતુ તેમ છતાં પરીક્ષા લેવામાં આવી હતી.

બિહાર પોલીસે કરી હતી ધરપકડ 

પરિણામ જાહેર થાય તે પહેલા જ લોકોનો વિરોધ ચાલુ છે, કારણ કે બિહાર પોલીસે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે 5 મેના રોજ લેવાયેલી NEET પરીક્ષામાં પેપર લીક થવાના મામલે ચાર પરીક્ષાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો સહિત કુલ 13 લોકોની ધરપકડ કરી હતી.  આ પછી, પેપર લીકની તપાસ બિહાર પોલીસના EOUને સોંપવામાં આવી હતી.

દિલ્લીમાં ચાર પેપર સોલ્વર પકડાયા હતા

દિલ્લી ડીસીપી દેવેશ કુમાર મહાલાના જણાવ્યા અનુસાર, NEET પરીક્ષા દરમિયાન છેતરપિંડી સામે મોટી કાર્યવાહી કરતા, દિલ્લીના વિશેષ સ્ટાફે પેપર સોલ્વિંગ રેકેટમાં સામેલ ચાર લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં સરકારી મેડિકલ કોલેજના એમબીબીએસના બે વિદ્યાર્થીઓ તેમજ આ ષડયંત્રમાં તેમની મદદ કરનારાઓ પણ સામેલ છે. ઓપરેશન દરમિયાન ચાર મોબાઈલ ફોન અને એક કાર પણ જપ્ત કરવામાં આવી હતી.

NEET UG પેપર લીક કૌભાંડ? સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓ લાલઘૂમ, પેપર રદ કરવાની ઉગ્ર માંગ 2 - image


Google NewsGoogle News