VIDEO: NEET પેપર લીકમાં CBIની મોટી કાર્યવાહી, આ રાજ્યમાંથી પ્રિન્સિપાલ, વાઈસ-પ્રિન્સિપાલની ધરપકડ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
VIDEO: NEET પેપર લીકમાં CBIની મોટી કાર્યવાહી, આ રાજ્યમાંથી પ્રિન્સિપાલ, વાઈસ-પ્રિન્સિપાલની ધરપકડ 1 - image
CBI Team

NEET Paper Leak Case 2024 : નીટ પેપર લીક કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ આજે ઝારખંડમાં સપાટો બોલાવ્યો છે. સીબીઆઈએ ઝારખંડના હજારી બાગમાંથી ઓએસિસ શાળાના પ્રિન્સિપાલ એહસાન ઉલ હક અને વાઈસ-પ્રિન્સિપાલ ઈમ્તિયાજ આલમની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એહસાન ઉલ હક NTAનો સિટી કો-ઓર્ડિનેટર અને ઈમ્તિયાજ આ જ સ્કૂલના સેન્ટરનો કો-ઓર્ડિનેટર હતો. સીબીઆઈની ટીમ બંનેને લઈને બિહાર જવા માટે રવાના થઈ છે. બંને પૂછપરછમાં હજુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.

કુરિયર કંપનીના કર્મચારીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો

આ પહેલા સીબીઆઈએ ગઈકાલે એહસાન ઉલ હકની પૂછપરછ કરી હતી. ત્યારબાદ ટીમ SBI બેંક પહોંચી હતી, જ્યાં લૉકરમાં નીટનું પેપર રખાયું હતું. એજન્સીએ કુરિયર કંપનીના કર્મચારીની પૂછપરછ કર્યા બાદ લૉકરનો ખુલાસો થયો હતો. તપાસમાં એવી માહિતી પણ સામે આવી હતી કે, કોરિયર ઓફિસમાંથી પેપર લઈને ઈ-રિક્ષામાં બેંક સુધી પહોંચાડાયું હતું.

CBIએ ઈ-રિક્ષા ચાલકની પણ પૂછપરછ કરી

કુરિયરની ઓફિસ બેંકથી માત્ર બે કિલોમીટર દૂર છે, તેમ છતાં ઈ-રિક્ષાને ત્યાં પહોંચવામાં બે કલાકનો સમય લાગ્યો હતો. આ કારણે સીબીઆઈએ પેપરના સીલ બૉક્સને બેંક સુધી પહોંચાડનાર ઈ-રિક્ષા ચાલકની પણ પૂછપરછ કરી છે, ત્યારબાદ ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની ધરપકડ કરી છે.


Google NewsGoogle News