NEET 2024 રિ-ટેસ્ટના પરિણામ જાહેર, ટોપર્સની સંખ્યા ઘટીને 61 થઇ ગઇ, આ રીતે ચેક કરો
NEET UG 2024: નીટ 2024ની રિ-ટેસ્ટની પરીક્ષાના પરિણામો નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ સત્તાવાર વેબસાઈટ exams.nta.ac.in/NEET/ પર જોઈ શકશે. આ પરીક્ષા પેપર લીક થયા બાદ ફરી આયોજિત કરવામાં આવી હતી.
ટોપર્સની સંખ્યા ઘટી
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 23 જૂને 1563 વિદ્યાર્થી માટે ફરી વાર પરીક્ષા યોજી હતી, પરંતુ તેમાં ફક્ત 813 વિદ્યાર્થીએ હાજરી આપી હતી. જો કે આ વખતના પરિણામમાં ટોપર્સની સંખ્યા 67થી ઘટાડીને 61 થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં exams.nta.ac.in પર રિવાઈઝ મેરિટ લિસ્ટ જોવા મળશે.
કઈ રીતે ચેક કરશો પરિણામ?
આ પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો NEET UG 2024 પરીક્ષા પોર્ટલ exams.nta.ac.in/NEET પર તેમના એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થની વિગતો દ્વારા લોગ ઇન કરી તેમના રિઝલ્ટ ચેક કરી શકશે.
આ સ્ટેપ્સ અનુસરીને NEET UG પરિણામ તપાસો:
સ્ટેપ્સ 1: NEET UG 2024ની સત્તાવાર વેબસાઇટ exam.nta.ac.in/NEET ની મુલાકાત લો.
સ્ટેપ્સ 2: હોમપેજ પર ઉપલબ્ધ 'NEET UG રિ-ટેસ્ટ રિઝલ્ટ 2024' ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ્સ 3: એપ્લિકેશન નંબર, DOB અને સુરક્ષા પિન જેવા લોગિન વિગતો દાખલ કરો.
સ્ટેપ્સ 4: એક નવી વિન્ડો ખુલશે જેમાં ઉમેદવારનું સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ્સ 5: સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો અને તેને સેવ કરી લો.
સ્ટેપ્સ 6: ભાવિ સંદર્ભ માટે NEET UG 2024 સ્કોરકાર્ડ પ્રિન્ટ કરો.