રવિવારે NEET પરીક્ષા, શું છે ડ્રેસ કોડ અને ક્યારે મળશે એન્ટ્રી? જાણો 10 નિયમ
NEET Exam : મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ UG (NEET UG) પરીક્ષા 5 મેના રોજ દેશભરમાં લેવાશે. જેમાં દેશભરના 571 શહેરોમાં પેન પેપર મોડમાં લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ભારત બહારના 14 શહેરોમાં ઑફલાઇન મોડમાં પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશની 706 મેડિકલ, 323 BDS સહિતની કોલેજોમાં 2.10 લાખથી વધુ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે ગુજરાતના 85,000 સહિત દેશભરમાંથી 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત NEET UG પરીક્ષામાં બેસશે.
આ પરીક્ષા આપનાર વિધાર્થીનું જાતિગત સમીકરણ
કુલ 23 લાખ માથી 10 લાખ કરતા વધુ OBC કેટેગરીના વિધાર્થી પરીક્ષા આપવાના છે. તો 6 લાખ કરતાં વધુ જનરલ કેટેગરીના વિધાર્થી પરીક્ષામાં સ્થાન લેશે. 3.5 લાખ જેવા અનુસુચિત જનજાતિ (SC) કેટેગરીના વિધાર્થી મૂલ્યાંકનમાં ભાગ લેવાના છે. 1.3 લાખ GEN/EWS કેટેગરીના વિધાર્થી અને 1.5 લાખ જેવા ST કેટેગરીના વિધાર્થી પોતના ભવિષ્ય માટે તકો ખોલવા માટે પરીક્ષા આપવાના છે.
પરીક્ષા આપ્યા પછી ક્યાં ક્યાં ક્ષેત્રમાં પ્રવેશ મેળવી શકો છો
NEET પાસ કર્યા પછી દેશની કોઈ પણ કોલેજમાં અભ્યાસ માટે તમે પ્રવેશ મેળવી શકો છો, જેમકે MBBS, BDS, BAMS, BHMS, BUMS અને અન્ય વિવિધ અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી શકાય છે. આ ઉપરાંત, મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) માટેના ઉમેદવારો પણ NEET UG પરીક્ષાના માર્ક્સ દ્વારા આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ હોસ્પિટલના B.Sc નર્સિંગ કોર્સમાં પ્રવેશ લઈ શકે છે.
બપોરે 1.30 વાગ્યા પછી પ્રવેશ આપવામાં આવશે નહીં
આ પ્રવેશ પરીક્ષાનો સમય બપોરે 2 થી 5.20 સુધીનો રહેશે. જે માટે વિદ્યાર્થીઓએ 1.30 સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું પડશે. બપોરે 1.30 વાગ્યા પછી પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
1) પરીક્ષા આપવા બેસતા વિધાર્થીએ કેવા કપડાં પહેર્યા હશે તો પ્રવેશ મળશે
- NEETમાં પરીક્ષા આપવા આવેલા વિધાર્થીએ હાફ સ્લીવ શર્ટ અથવા ટી-શર્ટ પહેરીને આવવું જોઈએ. સિમ્પલ પેન્ટ પહેરીને આવો. ઘણી સાંકળો અને મોટા બટનોવાળા કપડાં પહેર્યા હશે તો પ્રવેશ મળશે નહીં.
- વિધાર્થીને માત્ર ચપ્પલ અથવા સેન્ડલ પહેરવાની છૂટ છે વિદ્યાર્થીઓને શૂઝ પહેરવાની છૂટ નથી. વિધાર્થીનીઑએ ઓછી હીલવાળા સેન્ડલ પહેરીને આવી શકે છે. વિધાર્થીનીને પણ શૂઝ પહેર્યા હશે તો પ્રવેશ મળશે નહીં.
- વિધાર્થી સોના ચાંદી કે અન્ય જ્વેલરી પહેરીને આવશે તો પણ વર્ગખંડમાં પ્રવેશ મળશે નહીં,પરીક્ષામાં સનગ્લાસ, ઘડિયાળ કે કેપ પહેરીને બેસવાની છૂટ નથી.
- હેર બેન્ડ, તાવીજ, બેલ્ટ, દુપટ્ટો, વીંટી, બંગડીઓ, કાનની બુટ્ટી, નાકની નથ, કાંડા ઘડિયાળ, બ્રેસલેટ, જેવી વસ્તુ પહેરેલી હશે તો પણ પ્રવેશ મળશે નહીં.
2) કોઈપણ પરિક્ષાર્થીને એડમિટ કાર્ડ, સેલ્ફ ડિક્લેરેશન, ફોટો આઈડી પ્રૂફ તથા હોલ ટિકિટ વગર પ્રવેશ આપવામાં આવશે નહી.
3) જો કોઈ પણ પરિક્ષાર્થી સાંસ્ક્રુતિક પારંપારિક કપડાં કે પછી ધર્મને લગતી કઈ પણ વસ્તુ પહેરેલી હશેતો તો તેમણે કેન્દ્રને 12.30 વાગ્યા પહેલા જાણ કરવાની રહશે. અન્ય વસ્તુ પહેરેલી હશેને જાણ નહીં કરેતો પ્રવેશ મળશે નહીં.
4) પરીક્ષા કેન્દ્રમાં શું લઈ શકાય?
ઓરિજનલ આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, સરકાર દ્વારા વેલિડ આઇડેન્ટિટી પાન કાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ/વોટર આઈડી/12મા ધોરણનું બોર્ડ એડમિટ કાર્ડ અથવા ઉમેદવારનો ફોટો ધરાવતું રજિસ્ટ્રેશન કાર્ડ/પાસપોર્ટ/ઓરિજિનલ સ્કૂલ આઈડેન્ટિટી કાર્ડ જેમાં પરીક્ષાર્થીનો ફોટો હોવો જોઇએ. આધાર કાર્ડને એનટીએ દ્ધારા પ્રમુખતા આપવામાં આવશે. તેની ફોટોકોપી કોઈપણ સંજોગોમાં માન્ય રહેશે નહીં. આ સિવાય તમારે એક પારદર્શક પાણીની બોટલ સાથે રાખી શકશો અને જો કોઈ દિવ્યાંગ છે તો તમારે તેને સંબંધિત પ્રમાણપત્ર સાથે રાખવું પડશે. તમારી સાથે કોઈપણ પ્રકારનું ઈલેક્ટ્રોનિક ડિવાઇસ, મોબાઈલ ફોન, બ્લૂટૂથ ડિવાઇસ બિલકુલ લાવશો નહીં.
5) NEETનું એડમિટ કાર્ડ અને બાહેંધરી ફોર્મ ભરેલું હોઇ તે પણ સાથે લાવવાનું રહેશે.
6) વિધાર્થીઑએ વાદળી અને કાળા રંગની બેજ કલરની બૉલપેનનો ઉપયોગ કરી શકશે.
7) પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ઉપકરણને મંજૂરી આપવામાં આવી નથી.જેમકે મોબાઇલ ફોન, બ્લૂટૂથ, માઇક્રોફોન, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, અથવા પેન્સિલ બોક્સ, ઘડિયાળો કોઈ પણ વસ્તુને લઈ જવામાં આવશે નહીં.
8) પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ ખાદ્યપદાર્થો લઈ જવાની મંજૂરી નથી.
9) આ વર્ષે NEETનું પેપર માત્ર 720 માર્ક્સનું હશે. એક પ્રશ્ન ચાર ગુણનો રહેશે. દરેક ખોટા જવાબ માટે એક માર્ક કાપવામાં આવશે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર ચાર વિષયોમાં વિભાગ Aમાં 35 પ્રશ્નો અને વિભાગ Bમાં 15 પ્રશ્નો હશે. 15માંથી કોઈપણ 10 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
10) નોંધનીય છે કે NEET UG પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવે છે, જેમાં પેપર 720 માર્ક નું હશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં 200 મિનિટનો સમય આપવામાં આવે છે. NEET UG પરીક્ષાનું પરિણામ 14 જૂન 2024 ના રોજ જાહેર થશે,