Get The App

NEET પેપર લીક કેસમાં સીબીઆઈએ નોંધી પહેલી FIR, ગુજરાત પોલીસ પાસેથી મેળવશે કેસ ડાયરી

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
NEET પેપર લીક કેસમાં સીબીઆઈએ નોંધી પહેલી FIR, ગુજરાત પોલીસ પાસેથી મેળવશે કેસ ડાયરી 1 - image


NEET UG Paper Leak Case : નીટ પેપર લીક કેસમાં દેશભરમાં ભભૂકેલા આક્રોશ પછી કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. આ કેસમાં શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પછી સીબીઆઈની એન્ટ્રી થઈ છે, જેણે પહેલી એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, હવે સીબીઆઈ ગુજરાત અને બિહાર જઈને પોલીસ એફઆઈઆર અને કેસ ડાયરી જોઈને તપાસ હાથ ધરશે. નોંધનીય છે કે, આ પહેલા કેન્દ્રએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડિરેક્ટર જનરલ સુબોધ કુમાર સિંહની પણ હકાલપટ્ટી કરી દીધી છે.

સીબીઆઈ રાજ્યોમાં થયેલા પેપક લીકના કેસોને ટેક ઓવર કરશે

સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષણ મંત્રાલયે પરીક્ષામાં કથિત ગેરરીતિના વ્યાપક તપાસ કરાવવા માટે કેન્દ્રીય એજન્સી સીબીઆઈને કેસ સોંપી દીધો છે. મંત્રાલયની ફરિયાદ બાદ સીબીઆઈએ નવો કેસ પણ દાખલ કર્યો છે. હવે સીબીઆઈ ઘણા રાજ્યોમાં પેપક લીકના કેસોને ટેક ઓવર કરી વ્યાપક તપાસ કરશે. જે રાજ્યોમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેને કસ્ટડીમાં લેશે. 

સીબીઆઈ ગુજરાત પોલીસ પાસેથી મેળવશે કેસ ડાયરી

સીબીઆઈ રાજ્યોમાં નોંધાયેલી એફઆઈઆરને ટેક ઓવર કરશે અને રાજ્યો દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓને પણ કસ્ટડીમાં લેશે. શિક્ષણ મંત્રાલયે પરીક્ષામાં પારદર્શિતા માટે સમીક્ષા હાથ ધરી હતી. ત્યારબાદ પેપર લીકની વ્યાપક તપાસ કરવાની જવાબદારી CBIને સોંપી છે. સીબીઆઈ પટના અને ગુજરાત પોલીસ પાસેથી એફઆઈઆર અને કેસ ડાયરીની નકલ લઈને કેસની તપાસ કરશે.

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી 13ની ધરપકડ

આ પહેલા બિહાર પોલીસનું એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ ગયા મહિનાથી પેપર લીક કેસની તપાસ કરી રહ્યું છે અને તેણે વિવિધ રાજ્યોમાંથી 13 લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત, ગુજરાત પોલીસે પરીક્ષા કેન્દ્રમાં કથિત છેતરપિંડીમાં ગોધરામાંથી કોચિંગ સેન્ટરના વડા સહિત છ ડઝન લોકોની ધરપકડ કરી છે. જ્યારે ઝારખંડ પોલીસે દેવઘરમાંથી 6 લોકોની, મહારાષ્ટ્રની નાંદેડ એટીએસે બે શાળા શિક્ષકોની અટકાયત કરી છે. હાલ આ તમામ શંકાસ્પદોની પૂછપરછ ચાલી રહી છે.

NTAના ડિરેક્ટર જનરલ સુબોધ કુમાર સિંહની પણ હકાલપટ્ટી

મળતા અહેવાલો મુજબ સીબીઆઈએ NEET-UG લીક કેસમાં જુદી-જુદી કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ ઉપરાંત એજન્સીએ વિવિધ પાસાઓ પર તપાસ પણ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, નીટ યૂજી પરીક્ષામાં ગેરરીતિના થયાના આક્ષેપો બાદ કેન્દ્ર સરકારે કડક વલણ દાખવી સીબીઆઈને તપાસ સોંપી છે. આ પહેલા કેન્દ્રએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડિરેક્ટર જનરલ સુબોધ કુમાર સિંહની પણ હકાલપટ્ટી કરી દીધી છે.

પરીક્ષા રદ થતા દેશભરમાં વિરોધ

ઉલ્લેખનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દેશના જુદાં જુદાં શહેરોમાં 18મી જૂને નીટ-યુજીની પરીક્ષા યોજાઈ હતી, ત્યારબાદ ગૃહમંત્રાલયે પરીક્ષામાં ગેરરીતિ હોવાનું જાહેર કર્યા બાદ 19મીએ પરીક્ષા રદ કરવામાં આવી હતી. હવે આ મામલે દેશભરમાં વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યા છે. શિક્ષણ મંત્રાલયે નીટ-યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિ થઈ હોવાનું સ્વિકાર્યું હતું.


Google NewsGoogle News