Get The App

CISFના પ્રથમ મહિલા DG બન્યાં નીના સિંહ, નીરવ મોદીના કેસમાં કર્યા હતા અનેક ખુલાસા, જાણો તેમના વિશે

તેમણે નોબેલ વિજેતાઓ સાથે પુસ્તકો પણ લખ્યા છે

કેન્દ્રની મોદી સરકારે રાજસ્થાન કેડરના વરિષ્ઠ IPS અધિકારી નીના સિંહને CISFની જવાબદારી સોંપી

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
CISFના પ્રથમ મહિલા DG બન્યાં નીના સિંહ, નીરવ મોદીના કેસમાં કર્યા હતા અનેક ખુલાસા, જાણો તેમના વિશે 1 - image


Neena Singh New CISF Chief | પહેલીવાર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની કમાન એક દમદાર મહિલા અધિકારીને સોંપવામાં આવી છે. પોલીસ વિભાગ સહિત અનેક તપાસ એજન્સીઓમાં મહત્વના પદો પર રહી ચૂકેલા નીના સિંહને હવે CISFના નવા ડાયરેક્ટર જનરલ (DG) બનાવવામાં આવ્યા છે. રાજસ્થાન કેડરના 1989 બેચના IPS અધિકારી નીના સિંહે પણ નીરવ મોદી કૌભાંડની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે નોબેલ વિજેતાઓ સાથે પુસ્તકો પણ લખ્યા છે. 

કોણ છે IPS ઓફિસર નીના સિંહ?

કેન્દ્રની મોદી સરકારે રાજસ્થાન કેડરના વરિષ્ઠ IPS અધિકારી નીના સિંહને CISFની જવાબદારી સોંપી છે. સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ (ડીજી) તરીકે નિયુક્ત થનારા તે પ્રથમ આઈપીએસ મહિલા અધિકારી છે. હવે દિલ્હી મેટ્રો અને એરપોર્ટની સુરક્ષાની જવાબદારી તેમના ખભા પર રહેશે. 2021 થી CISF માં કાર્યરત નીના સિંહ 31 જુલાઈ 2024 સુધી DG ના પદ પર રહેશે. રાજસ્થાનમાં પણ નીના સિંહ ડીજી પદ સુધી પહોંચનાર પ્રથમ મહિલા IPS અધિકારી હતા.

રાજસ્થાનથી લઈને કેન્દ્ર સુધી ઘણા વિભાગોમાં કામ કર્યું 

નીના સિંહ રાજસ્થાન અને કેન્દ્ર સરકારના ઘણા વિભાગોમાં પણ મહત્વના હોદ્દા પર રહી ચૂક્યાં છે. તેમણે રાજસ્થાનમાં ADG (તાલીમ) અને DG, રાજ્ય મહિલા આયોગ, નાગરિક અધિકારો અને માનવ તસ્કરી વિરોધી એકમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોરોના મહામારી દરમિયાન, તેમણે રાજસ્થાન આરોગ્ય વિભાગમાં મુખ્ય સચિવની જવાબદારી સંભાળી હતી. નીના સિંહ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારની મુખ્ય તપાસ એજન્સી CBIમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. જ્યારે તે સીબીઆઈમાં હતા ત્યારે તેમણે પીએનબી બેંક કૌભાંડ અને નીરવ મોદી કેસમાં ઘણા ખુલાસા કર્યા હતા.

મહિલા IPS અધિકારી બિહારના

IPS અધિકારી નીના સિંહ બિહારના વતની છે, તેમણે પટના મહિલા કોલેજ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી. પોલીસ વિભાગમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ તેમને મોસ્ટ એક્સેલન્ટ સર્વિસ મેડલ (AUSM) પણ એનાયત કરવામાં આવ્યા હતો. પુસ્તકો લખવામાં પણ તેમને ભારે રસ છે. તેમણે નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી અને એસ્થર ડુફ્લો સાથે બે સંશોધન પત્રોમાં સહ-લેખન કર્યું છે. 

CISFના પ્રથમ મહિલા DG બન્યાં નીના સિંહ, નીરવ મોદીના કેસમાં કર્યા હતા અનેક ખુલાસા, જાણો તેમના વિશે 2 - image


Google NewsGoogle News