લાખો વંચિતો સુધી ન્યાય પહોંચાડવાની જરુર : સીજેઆઇ રમણ નિવૃત્ત

Updated: Aug 26th, 2022


Google NewsGoogle News
લાખો વંચિતો સુધી ન્યાય પહોંચાડવાની જરુર : સીજેઆઇ રમણ નિવૃત્ત 1 - image


- યૂ યૂ લલિત દેશના 49માં મુખ્ય ન્યાયાધીશ બનશે

- 12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યાં સુધી મારા ગામમાં વીજળી નહોતી પહોંચી પણ મે હાર ન માની : એનવી રમણ

- રમણ 22 વર્ષે પત્રકાર અને ૨૫ વર્ષે વકીલ બન્યા, રાજકારણમાં હોત તો વડાપ્રધાન પણ બન્યા હોત : બાર અધ્યક્ષ

નવી દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણ શુક્રવારે નિવૃત્ત થઇ ગયા હતા. પોતાના વિદાય સમારોહમાં વક્તવ્ય આપતી વખતે મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે માર્ટિન લૂથર કિંગને યાદ કર્યા હતા અને કહ્યુ હતું કે જજોનું જીવન અનેક પડકારોથી ભરેલુ હોય છે. ન્યાયપાલિકા કોઇ એક આદેશથી સંચાલિત નથી થતી, સદિયાં તેને સિંચિત કરે છે. મારો પ્રયાસ માત્ર જનતા સુધી ન્યાય પહોંચાડવા પુરતો નથી, જનતાને જાગૃત કરવા માટેના પ્રયાસો પણ કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે પેન્ડિંગ કેસોના નિકાલ માટે આધુુનિક ટેક્નોલોજી ટૂલ્સ, આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકાય. હજુ પણ દેશમાં લાખો દબાયેલા લાચાર લોકો છે, કે જેઓને ન્યાયિક મદદની જરુર છે.  

પોતાના જીવન વિશે વાત કરતા સીજેઆઇએ કહ્યું હતું કે આંધ્રપ્રદેશમાં મારો ઉછેર થયો, હું ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે મે પહેલી વખત વિજળી મારા વિસ્તારમાં આવતી જોઇ હતી, મારા વિસ્તારમાં તે પહેલા વિજળી કે પાકા રસ્તા નહોતા. પ્રથમ પેઢીના વકીલ તરીકે મે મહેસુસ કર્યું કે મહેનત વગર સફળતા નથી મળતી. સફળતા માટે મહેનત સિવાય બીજો કોઇ જ રસ્તો નથી. કટોકટી સમયે મારે એક શૈક્ષણિક વર્ષ ગુમાવવું પડયંુ હતું પણ મે હાર ન માની. 

સીજેઆઇ એનવી રમણે દેશના આગામી ૪૯માં મુખ્ય ન્યાયાધીશ પદે યૂ યૂ લલિતનું નામ સરકારને મોકલ્યું હતું, જેનો સ્વિકાર કરી લેવામાં આવ્યો છે. યૂ યૂ લલિત દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. યૂ યૂ લલિત આગામી નવેમ્બર મહિનામાં મુખ્ય ન્યાયાધીશ પદે નિવૃત થઇ જશે. જે બાદ આ પદ ડી વાય ચંદ્રચુડને સોપવામાં આવી શકે છે. સૌથી સીનિયર ન્યાયાધીશને મુખ્ય ન્યાયાધીશનું પદ સોપવામાં આવતં  હોય છે. પોતાના વિદાય વક્તવ્યમાં એનવી રમણે પેન્ડિંગ કેસોનો મામલો પણ ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશનના અધ્યક્ષ વિકાસ સિંહે કહ્યું હતું કે ન્યાયાધીશ એનવી રમણ ૨૨ વર્ષની વયે પત્રકાર બન્યા હતા, બાદમાં ૨૫ વર્ષની વયે તેઓ વકીલ બની ગયા હતા. તેઓ રાજકારણમાં જવા માગતા હતા, જો તેઓ રાજકારણમાં હોત તો વડાપ્રધાન બન્યા હોત. 

જ્યારે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે વર્તમાન ન્યાય પાલિકાની ખાલી જગ્યાઓ ભરવામાં કે માળખામાં સુધારા કરવામાં મુખ્ય ન્યાયાધીશ પદે રહીને એનવી રમણે મહત્વપૂર્ણ કામ કર્યું છે. દરમિયાન સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અને વરીષ્ઠ વકીલ દુષ્યંત દવે આ દરમિયાન ભાવુક થઇ ગયા હતા. તેઓએ કહ્યું હતું કે એનવી રમણ જનતાના જજ રહ્યા, તેઓએ બહુ જ હિમ્મત પૂર્વક સંસદ, એક્ઝિક્યૂટિવ અને ન્યાયપાલિકાની વચ્ચે તાલમેલ જાળવી રાખ્યો હતો. કપિલ સિબ્બલે કહ્યું હતું કે અત્યંત મુશ્કેલીભર્યા સમયમાં પણ તાલમેલ જાળવી રાખવા બદલ મુખ્ય ન્યાયાધીશ એનવી રમણને યાદ રાખવામાં આવશે.  

 બીજી તરફ શુક્રવારે અંતિમ દિવસે મુખ્યન્યાયાધીશની અધ્યક્ષતા વાળી બેંચની સુનાવણીનું પ્રથમ વખત લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. દેશની સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત એવુ બન્યું હતું કે સુનાવણીનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૮થી લાઇવ ટેલિકાસ્ટને સુપ્રીમે મંજૂરી આપી હતી, હાલ છ હાઇકોર્ટ દ્વારા પોતાની યૂટયૂબ ચેનલના માધ્યમથી કાર્યવાહીનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું છે. પોતાના અંતિમ દિવસે મુખ્ય ન્યાયાધીશ એનવી રમણની બેંચે ૨૦૦૭ના રમખાણો, કર્માટક ખનન મામલો સહિત પાંચ કેસોની સુનાવણી કરાઇ હતી. 


Google NewsGoogle News