Get The App

સ્થાનિક પક્ષોની બોલબાલા ધરાવતા દક્ષિણના આ રાજ્યમાં ભાજપ કરી શકે છે એન્ટ્રી, જુઓ ઓપિનિયન પોલ

તમિલનાડુમાં I.N.D.I.A ગઠબંધન લોકસભાની 30 બેઠક જીતી શકે છે

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
સ્થાનિક પક્ષોની બોલબાલા ધરાવતા દક્ષિણના આ રાજ્યમાં ભાજપ કરી શકે છે એન્ટ્રી, જુઓ ઓપિનિયન પોલ 1 - image

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. આ દરમિયાન એક મીડિયા રિપોર્ટે મેગા ઓપિનિયન પોલ જાહેર કર્યો છે. જેમાં આગામી લોકસભા ચૂંટણીમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) તમિલનાડુમાં 30 બેઠક જીતી શકે છે. ડીએમકે I.N.D.I.A ગઠબંધનમાં રહીને અહીં ચૂંટણી લડશે. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)એ તમિલનાડુમાં બધાને ચોંકાવ્યા છે. એનડીએ અહીં પાંચ લોકસભા બેઠક જીતી શકે છે.

મેગા ઓપિનિયન પોલના આંકડા

લોકસભા ચૂંટણી પહેલા મેગા ઓપિનિયન પોલના આંકડા અનુસાર, I.N.D.I.A ગઠબંધને તમિલનાડુમાં 51 ટકા મત શેર મળવાની આશા છે. જ્યારે એનડીએને 13 ટકા મત મળી શકે છે. આ ઉપરાંત AIADMK અને અન્ય સહયોગીઓ ત્રીજા સ્થાને રહેશે. તેમને લગભગ 17 ટકા મત મળી શકે છે.

કોને કેટલી બેઠકો મળશે?

મેગા ઓપિનિયન પોલ અનુસાર, તમિલનાડુમાં  I.N.D.I.A ગઠબંધન લોકસભાની 39માંથી 30 બેઠક જીતી શકે છે. જ્યારે એનડીએ પાંચ બેઠક જીતી શકે છે. એઆઈએડીએમકેને ચાર બેઠકો મળી શકે છે.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ડીએમકેએ કેટલી બેઠક જીતી?

તમિલનાડુમાં લોકસભાની કુલ 39 બેઠકો છે. તેમાંથી 32 બિન અનામત છે અને સાત અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ડીએમકેની આગેવાની હેઠળની સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સે 39માંથી 38 બેઠકો પર જીત નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા તમિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થયો છે, જ્યારે ડીએમકે  I.N.D.I.A ગઠબંધનમાં જોડાય છે અને ભાજપની આગેવાની હેઠળની NDAએ  AIADMKને સમર્થન ગુમાવ્યું છે. હાલમાંજ શાસક ડીએમકેના હિન્દુ અને સનાતન ધર્મ વિશેના વિવાદાસ્પદ નિવેદનોએ પણ ભાજપ સાથે રાજકીય ઘર્ષણમાં વધારો કર્યો છે. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈની આગેવાની હેઠળ પાર્ટીને દક્ષિણ રાજ્યમાં ફરીથી આકાર આપવા માગે છે.

સ્થાનિક પક્ષોની બોલબાલા ધરાવતા દક્ષિણના આ રાજ્યમાં ભાજપ કરી શકે છે એન્ટ્રી, જુઓ ઓપિનિયન પોલ 2 - image


Google NewsGoogle News