NDAના દિગ્ગજ મંત્રીએ ભાષણ વચ્ચે હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરાવ્યો, કહ્યું- કામ કઈ રીતે કરીશ?

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
NDAના દિગ્ગજ મંત્રીએ ભાષણ વચ્ચે હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરાવ્યો, કહ્યું- કામ કઈ રીતે કરીશ? 1 - image
Image: Twitter

Chhagan Bhujbal Slow down hanuman chalisa voice : મહારાષ્ટ્રના નાસિકમાં મંત્રી છગન ભુજબળને જનસભા દરમિયાન હનુમાન ચાલીસાના તેજ અવાજથી એટલી મુશ્કેલી થઈ કે, તેમને કહેવું પડ્યું કે આનો અવાજ ઓછો કરાવો. મંત્રીએ કહ્યું કે, આટલા તેજ અવાજમાં હું ભાષણ કેવી રીતે કરૂ? 

શું છે સમગ્ર મુદ્દો? 

મહારાષ્ટ્રના નાસિકમાં છગન ભુજબળ એક જનસભાને સંબોધિત કરી રહ્યાં હતાં. આ દરમિયાન ભગવાન હનુમાનની આરતી શરૂ થઈ ગઈ અને હનુમાન ચાલીસાનો અવાજ પણ તેજ થઈ ગયો. પહેલાં છગન ભુજબળને કંઈ સમજ ન પડી. ત્યારે તેમની બાજુમાં ઉભેલા એક વ્યક્તિએ કહ્યું કે, ખુદ બજરંગબલી દોડીને તમારી પાસે આવ્યા છે.

આ પણ વાંચોઃ કેજરીવાલના રાજીનામા પાછળનું રાજકીય ગણિત, ભાજપ સહિતના પક્ષો પણ સ્તબ્ધ!

વ્યક્તિના જવાબ બાદ ભુજબળે પુછ્યું કે, શું બજરંગબલીની આરતી ચાલી રહી છે? તેના પર એનસીપી કાર્યકર્તાએ કહ્યું, આરતી નહીં, હનુમાન ચાલીસા ચાલી રહી છે. આરતી દરરોજ થાય છે. ભુજબળે કહ્યું, જો શક્ય હોય તો આનો અવાજ થોડો ઓછો કરાવો. બાદમાં તેમના આદેશ પર હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ PM મોદીના મતવિસ્તારમાં ગંગા તોફાની બની, અનેક ઘાટ ડૂબ્યાં, છત પર અંતિમ સંસ્કાર કરવા મજબૂર

હું ખુદ બજરંગબલીનો ભક્ત છુંઃ ભુજબલ

હનુમાન ચાલીસાના તેજ અવાજથી ભુજબળે પુછ્યું કે, મંદિર ક્યાં છે? તેના પર કાર્યકર્તાએ જણાવ્યું કે, બાજુના ગામમાં જ છે. ભુજબળે કહ્યું કે, બજરંગબલીને કહો, બજરંગબલી તોડ દુશ્મનની ગલી. થોડો અવાજ ઓછો કરો. જોકે, હું ખુદ બજરંગબલીનો ભક્ત છું અને તેમના કારણે જ કામ કરી શકું છું.


Google NewsGoogle News