NDAની પહેલી જ ‘પરીક્ષા’ બની પડકારજનક, સ્પીકર પદને લઈને કોકડું ગૂંચવાતા રાજનાથ સિંહ સક્રિય

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
NDAની પહેલી જ ‘પરીક્ષા’ બની પડકારજનક, સ્પીકર પદને લઈને કોકડું ગૂંચવાતા રાજનાથ સિંહ સક્રિય 1 - image


Image: X

Lok Sabha Speaker: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની NDA સરકાર જેમાં પહેલી વખત બહુમત વિનાની ભાજપ છે, માટે હવે સરકાર ચલાવવી પહેલાની જેમ સામાન્ય તો નથી લાગી રહી. જે રીતે સ્પીકર પદને લઈને સરકારની પહેલી પરીક્ષા થોડી અઘરી જોવા મળી રહી છે. તેનાથી તો એ લાગી રહ્યું છે. સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પદ માટે જે રીતે સહયોગી અને વિપક્ષી સરકારને મુશ્કેલીમાં મૂકી રહ્યાં છે, તેનાથી એ પ્રશ્ન તો ઊભો થઈ રહ્યો છે કે અત્યારે જ્યારે શરૂઆતમાં જ આ પ્રકારે સરકારના સાથી પક્ષો દ્વારા આંતરિક વાતો બહાર આવવા લાગી છે. તો કોઈ પણ માહિતી છેલ્લે સુધી ગુપ્ત રાખવા માટે જાણીતી  મોદી સરકાર શું આ સૌથી સહજ રહી શકશે?

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેલુગુ દેશમ સતત સ્પીકર પદ પર પોતાના નેતાના પસંદગી માટે પ્રયત્નશીલ છે તો બીજી તરફ વિપક્ષ પણ સ્પીકરની ચૂંટણીમાં સર્વસંમતિની લીલી ઝંડી ત્યારે દેશે જ્યારે ડેપ્યુટી સ્પીકરનું પદ તેમની પાસે આવશે. ગત વખતની સરખામણીએ આ વખતે વિપક્ષ પણ મજબૂત છે અને તે પણ સરકારનો સામનો કરવા અડગ છે. 16 બેઠકોવાળી ટીડીપી અને 234 બેઠકોવાળી ઈન્ડિયા સરકારના સંચાલનમાં સહજતા તો રહેવા દેશે નહીં.

રાજનાથ સિંહ થયા એક્ટિવ 

રાજનાથ સિંહ તમામ ઘટક દળોની વચ્ચે સામંજસ્ય બેસાડવાની ભૂમિકા નિભાવવા પૂરજોશમાં પ્રયત્ન કરી રહ્યાં છે, પરંતુ વિપક્ષી ઈન્ડિયાવાળા પણ હવે ટીડીપીના સૂરમાં સૂર મિલાવતાં તેમની માગને યોગ્ય ગણાવી રહ્યાં છે. બીજી તરફ ભાજપ સ્પીકરની શક્તિઓથી સારી રીતે પરિચિત છે તો દરમિયાન તેઓ આની પર કોઈ રિસ્ક લેવા માગતા નથી. પરંતુ મોટો સવાલ એ છે કે શું ભાજપ ચંદ્રબાબુને નારાજ કરવાનું રિસ્ત હજુ લેશે?. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કોઈ વચ્ચેનો માર્ગ કાઢવાના વિચારમાં છે પરંતુ ડેપ્યુટી સ્પીકરના પદને લઈને જે રીતે વિપક્ષ અડગ છે તો તે ગુત્થી પણ સરળતાથી ઉકેલાવાની નથી.

નીતીશ કુમારની સહજતા રાહતની વાત

દરમિયાન સરકાર માટે રાહતની વાત એ છે કે હજુ સુધી સૌથી વધુ અનપ્રેડિક્ટેબલ મનાતા નીતીશ કુમાર ખૂબ જ સહજ જોવા મળી રહ્યાં છે. તેમની સમગ્ર પાર્ટી પીએમ મોદીની સાથે છે. તેમના દ્વારા કદાચ ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુને પણ મનાવી શકાય છે. સરકાર સ્પીકરના પદ માટે કોઈ સમાધાન ન કરીને એ મેસેજ આપવા માગે છે કે મોદી સરકાર હંમેશાની જેમ દ્રઢ છે અને પોતાના પાંચ વર્ષ તે દ્રઢતાથી પૂરા કરશે જેના માટે પીએમ મોદી ફેમસ છે. સ્પીકર પદ પર નિર્ણય થયા બાદ એ તો નક્કી થઈ જ જશે કે મોદી 3 માં શું પહેલાની જ જેમ દબદબો છે કે સામંજસ્યની મજબૂરી હાવી થઈ રહી છે.


Google NewsGoogle News